Entertainment News/ સ્પોર્ટસ દુનિયાની બે મોટી હસ્તીઓ વચ્ચે ખાસ બોન્ડિંગ: નોવાક જોકોવિચે કિંગ કોહલીના કર્યા વખાણ,વાઇરલ થઇ સોશિયલ મીડિયા પોસ્ટ

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ને ગ્લોબલ સ્ટાર ગણાવીને ઇન્સ્ટાગ્રામ પર ખાસ સ્ટોરી શેર કરી છે. જાણો બંને ખેલાડીઓએ એકબીજા વિશે શું કહ્યું અને કોહલી ક્યારે મેદાનમાં વાપસી કરશે.

Entertainment
VIRAT KOHLI

વિશ્વ ટેનિસના બેતાજ બાદશાહ નોવાક જોકોવિચે ભારતીય ક્રિકેટના રનમશીન વિરાટ કોહલી (Virat Kohli) ને વૈશ્વિક સ્તરના મહાન ખેલાડી ગણાવ્યા છે. હાલમાં જ જોકોવિચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીને લઈને એક ખાસ સ્ટોરી શેર કરી છે, જે ફેન્સ વચ્ચે ભારે ચર્ચા જગાવી રહી છે. વિમ્બલ્ડન દ્વારા જારી કરાયેલા એક કથનમાં ટેનિસ સ્ટારે કોહલી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો અને તેની પાસેથી ક્રિકેટની ટેકનિક શીખવાની ઈચ્છા પણ દર્શાવી હતી.

કુશળતા સુધારવા માટે કોહલીની મદદ લેવા તૈયાર જોકોવિચ

જોકોવિચે જણાવ્યું કે વિરાટ ભારત સહિત સમગ્ર દુનિયામાં એક મોટું નામ છે. છેલ્લા દોઢ દાયકાથી તેઓ રમતની બારીકાઈઓ સમજી રહ્યા છે. સર્બિયન સ્ટારે રમુજી અંદાજમાં ઉમેર્યું કે તેઓ પોતાની સ્કીલ્સ સુધારવા માગે છે અને કદાચ વિરાટ કોહલી તેમને ક્રિકેટમાં બેટ સ્વિંગ કરવાની સાચી ટેકનિક શીખવી શકે છે. જોકોવિચે સ્પષ્ટ કર્યું કે તેમના દિલમાં કોહલી માટે ખૂબ જ સન્માન છે.

Djokovic

 

વિરાટે પણ જોકોવિચને ગણાવ્યા સર્વકાલીન મહાન ખેલાડી

માત્ર જોકોવિચ જ નહીં, પરંતુ વિરાટ કોહલી પણ અગાઉ ટેનિસ કિંગના વખાણ કરી ચૂક્યા છે. વિરાટે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેઓ બંને અવારનવાર મેસેજ દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે. વિરાટે જોકોવિચની નમ્રતાની પ્રશંસા કરતા તેમને રમત જગતના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ (Greatest of All Time) ખેલાડીઓમાંથી એક ગણાવ્યા હતા.

KING

 

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝથી કોહલીના કમબેક પર નજર

બીજી તરફ, ભારતીય ક્રિકેટ ફેન્સ આતુરતાથી વિરાટ કોહલીની મેદાન પર વાપસીની રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થવાને કારણે વિરાટ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ રમી શક્યા નહોતા. હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સિરીઝ ચાલી રહી છે, જે બાદ 14 જુલાઈથી શરૂ થનારી 3 મેચની વનડે સિરીઝમાં કિંગ કોહલી ટીમમાં પુનરાગમન કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો :ભારતને આંચકોઃ વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં નહી રમે

આ પણ વાંચો :શાનદાર જીત બાદ અનુષ્કા શર્માએ શેર કરી વિરાટ કોહલીના સેલિબ્રેશનની ખાસ ઝલક

આ પણ વાંચો :વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા આતુર, પણ…