Not Set/ શપથ સમારોહમાં બોલિવુડ છવાયેલું જોવા મળશે, જાણો કોણ પાથરશે ગ્લેમર

આમતો ભાજપ દ્રારા બોલિવુડનાં અનેક અભિનેતા-અભિનેત્રી કે નિર્માતા-નિર્દેશકને શપથ સમારોહમાં આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ જ છે. અને હિમેન ધર્મેન્દ્ર, કિંગ શાહરૂખ ખાન, બોલિવુડ ક્વીન કંગના રણૌત, અનુપમ ખેર, નિર્દેશક ઓમ પ્રકાશ મહેરા, વિવેક ઓબેરોય, અક્ષય ખન્ના, પરેશ રાવલ, દલેર મહેન્દી અને બોલિવુડ ઉપરાંત સાઉથનાં પણ સુપર સ્ટાર ગણાતા રજનીકાંત, કમલ હસન અને અનેક નામી બેનામી […]

India Entertainment

આમતો ભાજપ દ્રારા બોલિવુડનાં અનેક અભિનેતા-અભિનેત્રી કે નિર્માતા-નિર્દેશકને શપથ સમારોહમાં આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ જ છે. અને હિમેન ધર્મેન્દ્ર, કિંગ શાહરૂખ ખાન, બોલિવુડ ક્વીન કંગના રણૌત, અનુપમ ખેર, નિર્દેશક ઓમ પ્રકાશ મહેરા, વિવેક ઓબેરોય, અક્ષય ખન્ના, પરેશ રાવલ, દલેર મહેન્દી અને બોલિવુડ ઉપરાંત સાઉથનાં પણ સુપર સ્ટાર ગણાતા રજનીકાંત, કમલ હસન અને અનેક નામી બેનામી અભિનેતા, અભિનેત્રી, નિર્માતા, નિર્દેશકો સમારોહમાં હાજરી પણ આપવાના છે.

પરંતુ જો તે પણ ગણવામાં ન આવે  અને ભાજપના પોતાનાં જ ગ્લેમર સાંસદેને ગણવામાં આવે તો પણ આવા ગ્લેમરોની સંખ્યા કોઇ એવોર્ડ સમારોહમાં હોય આટલી છે. નામ ગણતા થાકી જવાય તેટલા સેલિબ્રીટીસને ભાજપે આ વખતે રણ મેદાનમાં ઉતાર્યા હતા અને એક-બે ને બાદ કરતા બધા જીતીને સાંસદ પણ બની ગયા છે. હેમા માલિની, સન્ની દેઓલ, ભોજપુરી સ્ટાર મનોજ તિવારી, રવિ કિશન, નહેરુઆ, કિરણ ખેર, હંસરાજ હંસ, જ્યા પ્રદા(જો કે હારી ગયા છે) વિગરે વિગેર તમામ ભાજપનાં જ સાંસદો હોવાથી શપથ સમારોહમાં તો હાજરી આપવાનાં જ હોય. ત્યારે કહી શકાય કે શપથ સમારોહમાં બોલિવુડ કલાકારોનો મેળાવડો જોવા મળવાનો છે.