નાગરિકતા સુધારો કાયદાને લઈને જનતા દળ (યુનાઇટેડ) માં હંગામો મચી ગયો છે. પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ પવન વર્માનાં પત્ર પર, જેડીયુનાં વડા અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે બેફામપણે કહ્યું હતું કે, જો કોઈ સમસ્યા હોય તો તેમણે પાર્ટીની બેઠકમાં પોતાનો મુદ્દો મૂકવો જોઈએ, આવા જાહેર નિવેદનો ચોંકાવનારા છે. નીતીશ કુમારે કહ્યું હતું કે, તેમને જે પક્ષ પસંદ છે (પવન વર્મા) તેમા તેઓ જઇ શકે છે. નીતીશ કુમારનાં નિવેદન બાદ હવે ફરી એકવાર પવન વર્માની પ્રતિક્રિયા સામે આવી છે.
પવન વર્માએ કહ્યું, ‘મેં નીતિશ કુમારનાં નિવેદનને આવકાર્યું છે કે, પાર્ટીમાં ચર્ચા માટે અવકાશ છે, તેમકે મેં તેમને પુછ્યું હતું. મે ક્યારેય તેમને દુઃખ પહોંચાડવાનો ઇરાદો નથી રાખ્યો. હું ઇચ્છું છું કે પાર્ટીમાં વૈચારિક સ્પષ્ટતા આવે.’ પવન વર્માએ કહ્યું કે, પત્રનો જવાબ મળ્યા બાદ તેઓ ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
જણાવી દઇએ કે, જેડીયુ દ્વારા નાગરિકતા સુધારો કાયદાને ટેકો આપ્યો ત્યારથી પવન વર્મા ગુસ્સે ભરાયા છે. આ પહેલા પણ તેમણે નીતિશ કુમારને પત્ર લખીને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી. વળી, દિલ્હી ચૂંટણીમાં જેડીયુ અને ભાજપનાં ગઢબંધન બાદ, તેમણે ફરી એકવાર પત્ર લખીને આ ગઢબંધન પર સવાલ ઉઠાવ્યા હતા. જણાવી દઇએ કે ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે જેડીયુને બે બેઠકો આપી છે.
Pawan Verma, JDU:Welcome Mr.Nitsh Kumar's statement that there is space for discussion within party, as that is what I asked for.Was never my intention to hurt him. I want party to have ideological clarity.Awaiting reply to my letter,will decide future course of action after that https://t.co/IMJvNU0W01 pic.twitter.com/KQdL9c8HGP
— ANI (@ANI) January 23, 2020
પવન વર્માએ નીતિશ કુમારે લખેલા પત્રમાં તેમને સવાલ કર્યો હતો કે ભાજપની વિરુદ્ધ સીએએ અને એનઆરસી ને લઇને દેશભરમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં જેડીયુનું ભાજપ સાથે દિલ્હીની ચૂંટણી લડવુ સમજી શકાય તેમ નથી. દિલ્હીમાં જેડીયુએ ફરીથી ભાજપ સાથે જવા પર વિચાર કરવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, જેડીયુની વિચારધારા ધર્મનિરપેક્ષ છે, તે આવા કાયદાની તરફેણમાં ન જઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
