Harish Rawat Resignation: ઉત્તરાખંડના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટીમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મહત્વનું છે કે આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેમના નજીકના સહયોગી અને પીએ ચંદન સિંહ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસના હિતમાં પદ છોડવાનો દાવો
રાજીનામા અંગે હરીશ રાવતે(Harish Rawat ) જણાવ્યું કે તેમના કારણે કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન પર કોઈ સવાલ ઊભો થાય તે તેઓ ઈચ્છતા નથી. આ મુદ્દે તેમણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. EDની કાર્યવાહી 2016ની ગ્રામ પંચાયત વિકાસ અધિકારીની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી. દહેરાદૂન સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચંદન સિંહનું નિવાસસ્થાન પણ સામેલ હતું.

EDની કાર્યવાહીમાં શું મળ્યું?
EDના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન ચંદન સિંહના ઠેકાણેથી આશરે 32 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, લગભગ 200 ગ્રામ સોનું અને અનેક મોંઘી ઘડિયાળો મળી આવી હતી. આ ઉપરાંત ચંદન સિંહ અને તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં રહેલી અંદાજે 52.16 લાખ રૂપિયાની રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ચંદન સિંહ અગાઉ હરીશ રાવત(Harish Rawat ) મુખ્યમંત્રી હતા ત્યારે તેમના OSD તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને હાલમાં તેમના પીએ તરીકે જોડાયેલા હતા.
मीडिया के कुछ हिस्सों में यह समाचार दिया जा रहा है कि हरीश रावत ने कांग्रेस पार्टी से त्यागपत्र दे दिया।
भैया, कांग्रेस पार्टी की सदस्यता मेरे खून और हड्डियों में है, हरीश रावत जो कुछ भी है, उस सबका निर्माण करती है। वह तो मेरे साथ ही स्वर्ग में भी जाएगी।
हाँ, यदि कल-परसों… pic.twitter.com/ERVxcpYCjX
— Harish Rawat (@harishrawatcmuk) September 12, 2026
હરીશ રાવતે શું કહ્યું?
હરીશ રાવતે(Harish Rawat ) સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલાનું સાચું તથ્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો જો સાબિત થાય તો તેને પોતાના માટે શરમજનક ગણાવતાં તેમણે કહ્યું કે હાલમાં તેઓ આવા આરોપો પર વિશ્વાસ કરતા નથી. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે આગામી ચૂંટણી પહેલાં રાજકીય માહોલને અસર કરવા માટે તેમના સહયોગીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
सामने टीवी पर खबर आ रही है कि देहरादून में हरीश रावत के पीए के पास भारी मात्रा में कैश और ज्वैलरी आदि पकड़ी गई या पकड़ाई गई, इस तथ्य का खुलासा तो आने वाले समय में होगा और यह सत्य है कि श्री जीना मेरे ओएसडी रहे हैं और मैं जितने भी पदों पर रहा, चाहे पार्टी में रहा या सरकार में रहा,… pic.twitter.com/Z6rZYcVev0
— Harish Rawat (@harishrawatcmuk) September 11, 2026
ભરતી અંગે પણ આપી પ્રતિક્રિયા
રાવતે (Harish Rawat ) પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન થયેલી હજારો સરકારી ભરતીનો ઉલ્લેખ કર્યો હતો. જો ભરતી પ્રક્રિયામાં અજાણતા પણ કોઈ ભૂલ થઈ હોય તો તેમણે રાજ્યની જનતા સમક્ષ માફી માંગવાની વાત કરી. તેમણે એવો પણ દાવો કર્યો કે ભરતી આયોગના તત્કાલીન અધ્યક્ષ સામે ફરિયાદ મળ્યા બાદ તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. હવે હરીશ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડ કોંગ્રેસમાં આ મુદ્દો કેટલો રાજકીય રંગ લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:ઘરનું ભાડું ભરવું મુશ્કેલ બન્યું, ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ રાજીનામું આપ્યુ
આ પણ વાંચો:AGM પહેલાં જ N. ચંદ્રશેખરનનું ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું, ફેબ્રુઆરી 2027 સુધી રહેશે
આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીએ BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાનું રાજીનામું માંગ્યું
