Bengaluru News/ પ્રજ્વલ રેવન્નાના જેલ રેડના રિપોર્ટમાં મોટો ખુલાસો; મોબાઈલમાંથી મળ્યા બિભત્સ વિડિયો

બેંગલુરુની જેલમાં Prajwal Revannaની બેરેકમાંથી જપ્ત કરાયેલા મોબાઈલ અને પેન ડ્રાઈવનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બિભત્સ વિડિયો મળી આવ્યા છે.

NATIONAL Top Stories India
Prajwal Revanna

Prajwal Revanna Jail Raid Forensic: બેંગલુરુની પરપ્પના અગ્રહાર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેરેકમાંથી પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવતાં જેલ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 11 ઓગસ્ટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની બેરેકમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રજ્વલ રેવન્ના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ મોબાઈલ ઉપરાંત ચાર્જર, પેન ડ્રાઈવ અને નોટબુક પણ કબજે કરી હતી.

જપ્ત કરાયેલા ઉપકરણો ફોરેન્સિક તપાસમાં મોકલાયા

દરોડા દરમિયાન મળેલા મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે સામે આવેલા ફોરેન્સિક રિપોર્ટમાં જપ્ત કરાયેલા ડિવાઈસમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો(Prajwal Revanna) અને પેન ડ્રાઈવમાંથી વિવિધ અશ્લીલ વેબ સિરીઝ મળી હોવાનું જણાવાયું છે. આ ખુલાસા બાદ હાઈ-સિક્યોરિટી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચી તે મુદ્દે તપાસ વધુ ગંભીર બની છે.

Prajwal Revanna

જેલ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

પ્રજ્વલ રેવન્નાની(Prajwal Revanna) બેરેકમાંથી મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળવાના બનાવે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને હાઈ-સિક્યોરિટી વિસ્તારમાં કેદી સુધી મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો પહોંચ્યા કેવી રીતે, તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે. અગાઉ પણ જેલોમાં કથિત VIP કેદીઓને મળતી વિશેષ સુવિધાઓ અને નિયમોમાં છૂટછાટને લઈને ચર્ચા થઈ ચૂકી છે. જેલના નિયમો મુજબ કેદીઓને વ્યક્તિગત મોબાઈલ ફોન, સિમ કાર્ડ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ડિવાઈસ રાખવાની મંજૂરી નથી. કેદીઓ માટે પરિવાર કે અન્ય લોકો સાથે સંપર્ક કરવા નિયંત્રિત સંચાર વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં હાઈ-સિક્યોરિટી બેરેકમાંથી મોબાઈલ મળવો સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી તરફ ઈશારો કરે છે.

Prajwal Revanna

એક અધિકારી સસ્પેન્ડ, તપાસના આદેશ

આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ તંત્ર દ્વારા જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલામાં એક જવાબદાર જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સાથે જ પ્રતિબંધિત ઉપકરણો જેલની(Prajwal Revanna) અંદર કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ કેટલા સમયથી થઈ રહ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. હવે તપાસમાં જેલની અંદરથી આ ડિજિટલ ઉપકરણો પહોંચાડવામાં કોની ભૂમિકા હતી તે સામે આવે છે કે નહીં તેના પર નજર રહેશે.


આ પણ વાંચો: બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી 90 પોર્ન વીડિયો મળ્યાનો દાવો

આ પણ વાંચો:પ્રજ્વલ રેવન્નાને આપી ઉમર કેદની સજા, દોષિત ઠેરવ્યા બાદ કોર્ટમાં રડવા લાગ્યો !

આ પણ વાંચો:પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી, બળાત્કાર અને જાતીય સતામણી કેસમાં આરોપી