sports news/ વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો; 2026 વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાંથી બહાર

દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં ભાગ લેવાની વિનેશ ફોગાટ (Vinesh Phogat) ની અરજી ફગાવી દીધી છે. WFI ની સમાન નીતિના કારણે વિનેશ હવે આ ટ્રાયલ્સ રમશે નહીં.

Sports
Vinesh Phogat major setback from High Court

Sports News : ભારતીય સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ની આંતરરાષ્ટ્રીય મેદાન પર વાપસી કરવાની આશાઓને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court)2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે યોજાનારી સીલેક્શન ટ્રાયલ્સમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ સ્પષ્ટ કર્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો તમામ ખેલાડીઓ માટે સમાન રહેશે અને કોઈ એક એથ્લેટ માટે તેમાં ખાસ છૂટછાટ આપી શકાય નહીં. આ નિર્ણય સાથે જ 14 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં વિનેશના ઉતરવાના તમામ દરવાજા બંધ થઈ ગયા છે.

Vinesh Phogat : માતૃત્વ બાદ નિયમોમાં છૂટછાટ અને કાનૂની લડાઈ

જુલાઈ 2025 માં માતા બનેલી વિનેશ ફોગાટે WFIના 7 સપ્ટેમ્બર 2026 ના નવા પરિપત્રને અદાલતમાં પડકાર્યો હતો, જેમાં નિયમિત સ્પર્ધાઓ અને કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને જ ટ્રાયલ્સ માટે પાત્ર ગણાવવામાં આવ્યા હતા. વિનેશની દલીલ હતી કે ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ વાપસી કરી રહેલી મહિલા ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયામાં વિશેષ જોગવાઈઓ હોવી જોઈએ. જોકે, અદાલતે માન્યું કે માતૃત્વ નીતિ અંગેના મોટા કાનૂની પ્રશ્નો પર વિચાર કરવો જરૂરી છે, પરંતુ હાલના તબક્કે માત્ર એક ખેલાડીને છૂટ આપવાથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થઈ શકે છે.

કઝાકિસ્તાનમાં યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ

અત્રે ઉલ્લેખનીય છે કે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાન (Kazakhstan)ની રાજધાની અસ્તાના (Astana) ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન આયોજિત થવાની છે. અદાલતના આદેશ બાદ હવે વિનેશ આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં, પરંતુ મહિલા એથ્લેટ્સ માટે માતૃત્વ બાદની સ્પષ્ટ નીતિ અને WFIની શિસ્તભંગની નોટિસ સામે તેમની કાનૂની લડાઈ અદાલતમાં ચાલુ રહેશે.


આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાની સુરક્ષા પર સવાલ

આ પણ વાંચો :શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી, 13 સપ્ટેમ્બરથી મુકાબલો

આ પણ વાંચો :ભારતની મહિલા હોકી ટીમે પાકિસ્તાનને 19-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં એન્ટ્રી