Cricket/ સોશિયલ મીડિયામાં જાણો કેમ ટ્રેન્ડ થઇ રહ્યા છે M S Dhoni

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન MS Dhoni  15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ કરોડો ક્રિકેટ ચાહકોનાં દિલ તૂટી ગયા હતા. જો કે એમએસ ધોની હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા નહીં મળે પરંતુ તે આઈપીએલમાં રમે છે…..

Sports

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન MS Dhoni  15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ કરોડો ક્રિકેટ ચાહકોનાં દિલ તૂટી ગયા હતા. જો કે એમએસ ધોની હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા નહીં મળે પરંતુ તે આઈપીએલમાં રમે છે. આઇપીએલ આ વર્ષે યુએઈમાં યોજાયો હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યુ ન હોતુ અને પહેલીવાર માહીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ ફોર્મમાં નહોતી. ઠીક છે, આ બાબત માહીની નિવૃત્તિ સાથે સંબંધિત હતી, પરંતુ 23 મી ડિસેમ્બરની તારીખથી એમએસ ધોનીનું નામ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થવા લાગ્યું આવો જાણીએ.

धोनी युग का अंत: कुछ ऐसा रहा भारत को सभी ICC ट्रॉफी जिताने वाले सबसे बड़े फिनिशर एमएस धोनी का सफर - End of dhoni era mahendra singh dhoni announces retirement from

આપને જણાવી દઇએ કે, 23 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન એમએસ ધોનીએ ડેબ્યૂ કર્યો હતો. ધોનીની શરૂઆત બાંગ્લાદેશ સામે થઇ હતી જ્યારે પ્રથમ મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. આજે 23 મી તારીખ છે અને માહીનાં ચાહકોએ સોશિયલ મીડિયા પર #MsDhoni ટ્રેંડિંગ કરતા તેમને મેસેજ આપ્યો છે. આપને જણાવી દઇએ કે, તેની ડેબ્યૂ પછી ધોનીનું બેટ કંઈક શાંત રહ્યુ હતું, પરંતુ બાદમાં ધોનીની આંધી આવી હતી જેણે મોટાથી મોટા બોલરોને તેની સામે ઝૂકાવી દીધા હતા. માહીને 2007 માં ટી-20 ની કેપ્ટનશિપ આપવામાં આવી હતી, જેમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યો હતો. આ પછી, તેણે ટીમ ઈન્ડિયાને ટેસ્ટમાં પ્રથમ નંબર પર પહોંચાડી હતી અને ફરી ટીમને 2011 માં વર્લ્ડ કપ વિજેતા બનાવી હતી. માહીને ક્રિકેટ મેદાન પર ફિનિશર કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં આવે છે.

MS धोनी के लिए अच्छी खबर, श्रीनिवासन ने कहा- चेन्नई सुपरकिंग्स 2021 में भी... | IPL 2020: MS Dhoni will be retained by Chennai Super Kings in 2021 too: N Srinivasan | Hindi News, क्रिकेट

એમએસ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં ભારત માટે 39.09 ની સરેરાશથી 4,876 રન બનાવ્યા છે. માહીએ વન ડેમાં 350 મેચ રમી છે અને 10,773 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 73 અડધી સદીનો સમાવેશ થાય છે. એમએસ ધોનીએ 98 ટી-20 મેચ રમી છે, જેમાં 1,617 રન બનાવ્યા છે. માહી છેલ્લે ટીમ ઈન્ડિયા તરફથી ન્યૂઝિલેન્ડ સામે 2019 નાં વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે ધોનીની કારકિર્દી રન આઉટથી શરૂ થઈ હતી જ્યારે અંત પણ રનઆઉટથી થયો હતો. માહીની સફળતાને હજી પણ ક્રિકેટની દુનિયામાં યાદ કરવામા આવે છે, જ્યારે તેના પ્રશંસકોને ક્રિકેટમાં હંમેશા તેની ઘટ રહેશે.

Ahmedabad / મોટેરા સ્ટેડિયમ ખાતે આજે સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે રમા…

AUS VS IND / બોક્સિંગ ડે ટેસ્ટમાં પરત નહી ફરે ડેવિડ વોર્નર…

Cricket / IPL 2021 માં જાણો કેટલી ટીમો લેશે ભાગ, ક્યારે થશે નિર્ણય!…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો