india news/ આખા ભારતના 12.50 લાખ કેમિસ્ટોનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન

રતના 12.50 લાખ કેમિસ્ટોએ 20મી મેના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. કેમિસ્ટોએ GSR 817(E)ના અન્વયે ઇ-ફાર્મસી અને ઓનલાઇન દવાઓના વેચાણ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ ભારતના 12.50 લાખ કેમિસ્ટોએ 20મી મેના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. કેમિસ્ટોએ GSR 817(E)ના અન્વયે ઇ-ફાર્મસી અને ઓનલાઇન દવાઓના વેચાણ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે. દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા કારોબારમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ નિર્ણય દર્દીઓના હિત, જન આરોગ્ય સુરક્ષા અને દવા ક્ષેત્રમાં વધી રહેલા દુર્વ્યવહારના વિરોધના સંદર્ભમાં લેવામાં આવી રહ્યો છે.

Chemist  એસોસિયેશન કેન્દ્ર સામે મેદાનમાં

કેમિસ્ટ એસોસિયેશને જણાવ્યું હતું કે દવાઓનું ઓનલાઇન વેચાણ કરવાની છૂટના પગલે અનેક અનિયંત્રિત પ્લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન કર્યા વગર દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાથી ગંભીર સવાલો સર્જાયા છે. તેના કારણે સૌથી મોટો ભય એ છે કે ડોક્ટરોના યોગ્ય પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ વેચાઈ શકે છે. સામાન્ય રીતે દવાઓનું વેચાણ ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર થતું નથી, પરંતુ ઓનલાઇન વેચાણની છૂટ મળતા દવાઓનું બેફામ વેચાણ થઈ શકે છે, જે લોકોના આરોગ્યને લઈને મોટા સવાલો સર્જી શકે છે.

Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન
Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન

ઓનલાઇન દવા વેચાણથી દર્દીઓની સલામતી સામે જોખમઃ Chemist

દર્દીની સલામતી અને નિયંત્રણ વ્યવસ્થા પર જોખમ સર્જાય છે. સ્થાનિક લાઇસન્સધારક કેમિસ્ટે અસમાન સ્પર્ધાનો સામનો કરવાનો આવી શકે છે. સસ્તી કિંમતના નામે દવાની ગુણવત્તા જોખમમાં મૂકાય છે. મોટાભાગની ડુપ્લિકેટ કે બનાવટી દવાઓ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી જ વેચાય છે. તેના કારણે જાહેર જનતાના આરોગ્ય સામે પણ મોટો ભય સર્જાયો છે. દર્દીઓને ખોટી અથવા તો સમયમર્યાદા નજીકની અને શંકાસ્પદ દવાઓ મળે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે.

Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન
Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન

બિનઅધિકૃત સપ્લાય ચેઇનનો મોટો ભય

આ ઉપરાંત GSR 220(E) સંલગ્ન જોગવાઈઓના દૂરુપયોગથી બિનઅધિકૃત સપ્લાય ચેઈન અને શંકાસ્પદ સ્ત્રોતથી દવાઓના પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે નકલી, ડુપ્લિકેટ અને બનાવટી દવાઓના જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની સામે તેની ચકાસણી કરવાની વ્યવસ્થા અત્યંત પાંગળી છે. તેના લીધે અસલી દવા સિસ્ટમ પર નકારાત્મક અસર થઈ શકે છે. આથી દર્દીની સુરક્ષા માટે GSR 220(E) ની સમીક્ષા પરત ખેંચવાની માંગ છે.

Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન
Chemistનું 20મી મેના રોજ ભારત બંધનું એલાન

સ્થાનિક કેમિસ્ટે મોટી કંપનીઓનો કરવો પડે છે સામનો

આ ઉપરાંત સ્થાનિક લાઇસન્સધારક કેમિસ્ટે અસમાન સ્પર્ધાનો સામનો કરવો પડે છે. મોટા કોર્પોરેટ ગ્રુપ અને ઓનલાઇન પ્લેટફોર્મ દર્દીઓને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપે છે. તેના કારણે તેઓ કેમિસ્ટોને સ્પર્ધામાંથી બહાર ફેંકી શકે છે. એક વખત કેમિસ્ટ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ તેના પછી આ જ મોટા કોર્પોરેટ જૂથો લોકો પાસેથી દવાઓ પાસેથી મનમાન્યો ભાવ વસૂલી શકે છે તેવી તેમની વ્યૂહરચના છે. આના પગલે GSR 817(E) પરત ખેંચીને કડક નિયંત્રણની માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો: ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોવાની ફરિયાદ ઓનલાઇન દવાના નામે ડુપ્લીકેટ દવાનું વેચાણ વેચાણ વધતા કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.એ કરી ફરિયાદ કેન્દ્રીય

આ પણ વાંચો: NIAએ કેમિસ્ટની હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું, FIRમાં કહ્યું,-

આ પણ વાંચો: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ સાથે સ્વાસ્થ્ય મંત્રાલય અસંમત, કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન લખી શકશે નહીં