Kheda News:ખેડા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. ચેકિંગ દરમિયાન ચાર હાથ બનાવટની દેશી પિસ્ટલ (Kheda Pistol)સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી હથિયારોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Kheda Pistol : મહીસાગર નદી નજીક ચેકિંગ દરમિયાન કાર્યવાહી
સેવાલીયા પોલીસ (Sevalia Police)ને મહીસાગર નદી (Mahisagar River) નજીક ચેકિંગ દરમિયાન સફળતા મળી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં એક લક્ઝરી બસ (Luxury Bus)માંથી ચાર હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આ હથિયારો અલી ગગન ટ્રાવેલ્સની બસમાંથી મળ્યાં હતાં.
ઉત્તરપ્રદેશના અનુજ યાદવની ધરપકડ
પોલીસે આ મામલે ઉત્તરપ્રદેશના અનુજ યાદવની ધરપકડ કરી છે. પોલીસે ચાર પિસ્ટલ સહિત કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશ અને અમદાવાદ કનેક્શનની તપાસ
પ્રાથમિક વિગતો મુજબ, આ હથિયારો મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ‘દાદા’ પાસેથી મળ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના મયંકે હથિયારો મંગાવ્યાં હોવાની પણ પ્રાથમિક વિગતો મળી છે. પોલીસ આ બંને દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
હથિયારોના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા
આ કેસમાં ગેરકાયદેસર હથિયારો (Illegal Weapons)ના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હથિયારો ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં પણ તપાસ ચાલુ છે. આ કાર્યવાહીથી ગુજરાત (Gujarat News)માં ગેરકાયદે હથિયારોની હેરાફેરી પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી આશા છે.
આ પણ વાંચો: સુરત PSI મિસફાયરિંગ: પિસ્ટલમાં 2 ગોળી, ફસાયેલી ગોળી કાઢતાં ફાયરિંગ; લારીચાલકની હાલત સ્થિર
આ પણ વાંચો: અમદાવાદમાં પિસ્ટલ સાથે આરોપી ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદ : PIની પિસ્ટલ ઝૂ્ટવવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં ગોળી વાગી
