BJP Gujarat : ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 19 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દિન તેઓ અમદાવાદમાં વિવિધ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
જે.પી. નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતના લોકો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદની એક ખાનગી હોટેલમાં ડોકટરો સાથે સંવાદ સત્ર પણ આયોજિત કરશે, જેમાં આરોગ્યક્ષેત્રની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમોની શ્રેણી ગુજરાતના રાજકીય અને આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વની મિટિંગ યોજી શકાય છે, અને ભાજપના સંગઠન પર્વના ભાગ રૂપે આ પ્રવૃત્તિઓને વિશેષ નોંધ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં BJP યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો, CCTV વાયરલ
આ પણ વાંચો: અમરેલીના લેટરકાંડ વિશે BJPના પૂર્વ સાંસદ મેદાનમાં, CM અને ગૃહમંત્રીને શું કહ્યું જાણો
આ પણ વાંચો: ગુજરાત BJP ના નવા અધ્યક્ષની પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ જવાબદારી
