#BJP_President/ ગુજરાત BJP ના નવા અધ્યક્ષની પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ જવાબદારી

ભાજપએ ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે,વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ

Top Stories Gujarat Others Breaking News Politics

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષની પસંદગી માટે કેન્દ્રીય સ્તરે મોટી નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ રીતે, તેઓ ગુજરાતના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાને આગળ વધારવાનું રહેશે.

તેની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નવી નિમણૂકનો હેતુ રાજસ્થાનમાં આગામી ચૂંટણી માટે વિસ્તૃત તૈયારી અને સુસંગતતા લાવવાનો છે.

આ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં નવી નિમણૂક કરવામાં આવી છે. જેમાં કર્ણાટક માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, બિહાર માટે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને મધ્યપ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણીઓની કામગીરી સોંપી છે. આને લઈને ભાજપ એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તે વિવિધ રાજ્યોમાં પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયાને પ્રગતિશીલ અને સુસંગત રીતે સંપૂર્ણ રીતે સંકલિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં BJP એ 40 વોર્ડ પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં વોર્ડમાં કોણ પ્રમુખ ?

આ પણ વાંચો: BJP એ અમદાવાદમાં 48 વોર્ડમાં પ્રાદેશિક પ્રતિનિધિઓની કરી નિમણૂંક, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ પણ વાંચો: BJP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મંડળના પ્રમુખોની જાહેરાત કરી