Shane Warne Death/ શેન વોર્નના રૂમમાંથી મળ્યું લોહી,થાઈલેન્ડ પોલીસે કહ્યું હવે પોસ્ટમોર્ટમ નજર..

52 વર્ષીય શેન વોર્નનું થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. હવે થાઈલેન્ડ પોલીસનું કહેવું છે કે શેન વોર્નના રૂમમાંથી લોહી મળી આવ્યું છે

Top Stories Sports

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નના મોતના મામલામાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 52 વર્ષીય શેન વોર્નનું થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. હવે થાઈલેન્ડ પોલીસનું કહેવું છે કે શેન વોર્નના રૂમમાંથી લોહી મળી આવ્યું છે.શેન વોર્નના મૃત્યુ બાદ સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે રૂમમાં શેન વોર્નનો મૃતદેહ હતો ત્યાંથી મોટી માત્રામાં લોહી મળી આવ્યું હતું. CPRના કારણે આવું બન્યું છે, કારણ કે જે સમયે CPR આપવામાં આવી રહ્યું હતું તે સમયે શેન વોર્નના મોઢામાંથી લોહી નીકળ્યું હશે.

થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, શેન વોર્નને હાર્ટ એટેક આવ્યો તે પહેલા જ તેની છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તે વિલાના રૂમમાં જોવા મળ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ તેને સીપીઆર આપ્યો અને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી.શેન વોર્નના પરિવારે પોલીસને માહિતી આપી છે કે તેને પહેલાથી જ અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યા હતી. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા શેન વોર્ન તેના હૃદયને લઈને ડૉક્ટરને મળ્યો હતો.

શેન વોર્નને હૃદય સંબંધિત બિમારી હતી, જેના કારણે પોલીસે શરૂઆતમાં આ મૃત્યુમાં કોઈ ગેરરીતિ હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે હજુ સુધી મૃત્યુનું કારણ શું છે તે અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. પોલીસે પોસ્ટમોર્ટમ સુધી રાહ જોવાનું કહ્યું છે.શેન વોર્નના મૃતદેહને રવિવારે જ રિસોર્ટમાંથી મેઈન થાઈલેન્ડ ખસેડવામાં આવ્યો હતો. શેન વોર્નનું પોસ્ટમોર્ટમ રવિવારે કરવામાં આવશે, ત્યારબાદ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.