ઉન્નાવમાં, જે દિવસે દુષ્કર્મની પીડિત યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી, તે જ દિવસે ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજ જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા હતા, જે એક દુષ્કર્મનાં કેસનો આરોપી છે. ટ્વિટર પર સેંગરને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવ્યા બાદ સાક્ષી મહારાજ લોકોનાં નિશાના પર આવ્યા છે. આ પહેલા સાક્ષી મહારાજ લોકસભાની ચૂંટણી 2019 માં ઉન્નાવ સંસદીય બેઠક જીત્યા બાદ આરોપી કુલદીપસિંહ સેંગરને મળવા જેલમાં ગયા હતા.
સાક્ષી મહારાજે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, સુદિનમ સુદિનમ જન્મદિનમ તવ, ભવતુ મંગલમ જન્મદિનમ. ચિરંજીવ કુરુ પુણ્યવર્ધનમ્, વિજયી ભવ સર્વત્ર સર્વદા, જગતિ ભવતુ તવ સુયશો ગાનમ્. કુલદીપસિંહ સેંગર ધારાસભ્યનાં બાંગરમાઉને જન્મદિવસની શુભેચ્છાઓ. પોતાના ટ્વીટ પર સાક્ષી મહારાજ વિરોધી પક્ષોનાં આક્રમણમાં આવી ગયા છે. શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “ભાજપનાં ધારાસભ્યો દુષ્કર્મનાં આરોપી ભાજપનાં નેતાને અભિનંદન સંદેશા મોકલી રહ્યા છે.” ગઈકાલે ઉન્નાવમાં એક દુષ્કર્મ પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આરોપીઓની તરફેણમાં કાયદો ઘડનારા ઉભા રહી જશે, તો પછી ગુનેગારો સામે લડવાની હિંમત કોણ આપશે?
https://twitter.com/drsakshimaharaj/status/1202573662022356994
આપને જણાવી દઈએ કે, ઉન્નાવમાં સામૂહિક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. તે 90 ટકાથી વધુ સળગી ગઈ છે. તેની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ કેસમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પીડિતાનાં કાકા-કાકીને આરોપીઓ તરફથી ધમકીઓ મળવાનું શરૂ થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
