Not Set/ કોણ કહે છે તાલિબાનો સુધરી ગયા આ વીડિયો તેમની વિચારધારા રજૂ કરે છે

કટ્ટરપંથીઓ એટલા ગુસ્સે થયા હતા કે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં દેશનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે તેમણે ગોળીબાર કર્યો

Top Stories World

પાકિસ્તાન અને ચીન જેવા દેશો તાલિબાનનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત હોઈ શકે છે, પરંતુ તાલિબાન  સંગઠન તેમના કામની પ્રણાલી  બતાવે છે કે તે હજુ પણ પહેલાની જેમ ક્રૂર છે. કટ્ટરપંથીઓ એટલા ગુસ્સે થયા હતા કે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં દેશનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે  તેમણે  ગોળીબાર કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર  ફાયરિંગમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે  અને અનેક  લોકો ઘાયલ થયા છે.

આ ઘટના બુધવારે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો વ્યસ્ત રસ્તા પર હાથમાં અફઘાન ધ્વજ લઈને પ્રદર્શન કરતા જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો તાલિબાનનો ધ્વજ ફગાવી રહ્યા હતા અને માંગ કરી રહ્યા હતા કે સરકારી કચેરીઓમાં દેશનો ધ્વજ લગાવવામાં આવે.

 

તાલિબાનીઓથી આ ઘટના સહન કરી શક્યા નહી અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. જ્યારે તાલિબાનોએ ગોળીબાર કર્યો ત્યારે શેરીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર  હતા. આ વીડિયો એક અફઘાન અધિકારી નજીબ નાંગ્યાલે ટ્વિટર પર શેર કર્યો છે.તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત અફઘાનિસ્તાનમાં 1996-2001ના સમયગાળામાં બનેલી ક્રૂરતાના દ્રશ્યો ફરી દેખાવા લાગ્યા છે. એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેમની વિચારસરણી અને વિચારધારામાં કોઈ ફેરફાર થયો નથી.