Gujarat News/ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બનાવી રહ્યું છે નાના બાળકોને નિશાન

મુખ્યમંત્રીએ 18 જુલાઈના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/ કોર્પોરેશનની મેડિકલ કોલેજ,……..

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થઈ ચૂક્યા છે. રવિવારે પાંચ બાળકોનાં મોત થયા હતા. કુલ  84 કેસોમાંથી આજરોજ અમદાવાદ કોર્પેરેશન 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 2,  ગાંધીનગર કોર્પેરેશન 1, ખેડા 1 મહેસાણા 1, નર્મદા 1,  વડોદરા કોપેરેશન 1  રાજકોટ કોર્પોરેશનમાં એક શંકાસ્પદ કેસો નવા મળેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ સીમાણી કાલાવડ ગામના 4 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. મોત થયા બાદ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ આવતા ચાંદીપુરાથી મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. ચાર વર્ષના બાળકનું ૧૯જુલાઈના રોજ જી.જી.હોસ્પિટલમાં નિપજ્યું હતું. હજુ બે બાળદર્દીના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ. હાલારમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીને સત્તાવાર સમર્થન મળ્યું છે. ૪ વર્ષના બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી જ થયું છે.

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાયો છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 17 કેસ નોંધાયા છે. ઈડરમાં ચાંદીપુરાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. લાલોડા અને સદાતપુરા કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠા અરવલ્લીમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે.  7 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 4 બાળકોને રજા આપવામાં આવી છે. તંત્રએ સ્પ્રેયર તેમજ ફોગિંગ હાથ ધર્યા છે.

બનાસકાંઠાના ચાંદીપુરા વાયરસથી બે દર્દીઓના મોત નિપજ્યા છે. ડીસાના સદરપુરના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સદરપુરના બાળ દર્દીનું મોત થયું હતું. મૃતકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર એકશનમાં આવ્યું છે. શંકાસ્પદ કેસ મળતા રિપોર્ટ ગાંધીનગર મોકલાયો હતો.

ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસોથી કેન્દ્ર સરકાર ચિંતિત થઈ ઉઠી છે. તેના પરિણામે પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય ટીમ ગુજરાત આવશે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. આ ઉપરાંત તે ચાંદીપુરા આરોગ્ય પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લેશે.

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમા રવિવારે પાંચના મોત થયા હતા. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ  84 કેસોમાંથી આજરોજ અમદાવાદ કોર્પેરેશન 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 2,  ગાંધીનગર કોર્પેરેશન 1, ખેડા 1 મહેસાણા 1, નર્મદા 1,  વડોદરા કોપેરેશન 1  રાજકોટ કોર્પોરેશનમાં એક શંકાસ્પદ કેસો નવા મળેલ છે. આજરોજ મહીસાગર 1, ખેડા 1,  બનાસકાંઠા 2, વડોદરા કોર્પેરેશનમાં 1 દર્દી મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 46 દર્દી દાખલ છે તથા 1 દર્દીને રાજા આપેલ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 18729 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીએ 18 જુલાઈના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/ કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.

સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર , જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા અગ્રણી  કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

શું આ રોગ ચેપી છે?

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: અડધું સુરત પાણીમાં, ડેમ ભયજનક સપાટીની ઉપર

આ પણ વાંચો: આગામી પાંચ દિવસ ‘આ’ જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, મેઘો મન મૂકીને વરસશે

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે