જગતના તાત એવા ખેડૂતની આજની મુખ્ય સમસ્યા છે, નીલગાય, ભૂંડ તેમજ જીવાત આ સમસ્યા થી બચવા માટે ખેડૂતો ના માટલા વાળા, ઘાસના પુરાવાળા ચાડીયા તો તમે જોયા હશે પરંતુ આજે અમે તમને ઇલેક્ટ્રિક ચાડીયો બતાવીશુ. તો કોણે બનાવ્યો છે ઇલેક્ટ્રિક ચાડીયો અને ક્યાં બનાવ્યો છે..?

પશુઓથી પાકને બચાવવા ધનસુરાનાં શિક્ષકે સોલાર ચાડિયો બનાવ્યો છે અને તે પણ માત્ર 1250નાં સામાન્ય ખર્ચમાં જ. હવે ખેડૂતોને પશુઓ અને પક્ષીઓનો ભય નહીં રહે.
સમાન્ય રીતે મોઘાભાવ નાં બિયારણ બાદ વાવેતર કર્યા બાદ પણ ખેડૂતો માટે પાક તૈયાર થતા પહેલા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં સૌથી વધુ મુશ્કેલી ખેડૂત માટે જંગલી પશુઓ તેમજ ખેતીમાં રોગચાળો અને જીવાતનો ઉપદ્રવ મુસીબત બનતી હોય છે અને જે માટે ખેડૂતો પોતાના ખેતરમાં ચાડીયા બનાવી ઉભા કરતા હોય છે. પરંતુ જોઈએ તેટલું રક્ષણ મળી શકતું નથી.

તેવામાં આવી મુસીબતો થી ખેડૂતને છુટકારો મળે તે માટે અરવલ્લી જીલ્લાના ધનસુરા પ્રાથમિક શાળાના એક શિક્ષકે સોલાર ચાડિયો બનાવ્યો છે ખેડૂતે આ સોલાર ચાડીયામાં બેટરી લગાવી છે. જેની મદદ થી રાત્રીના સમયે ભૂંડ, નીલગાય જેવા જંગલી પશુઓને ખેતરમાં પ્રવેશતા રોકી શકાય છે. આ ચાડીયામાં પ્રકાશ પિંજરની સથોસાથ જીવાતોને આકર્ષી શકે તેવા અવાજની પણ ગોઠવણ કરાઈ છે ચાડીયામાં લગાવેલ પ્રકાશ પિંજર નાં ઉપયોગથી કપાસ સહિત બાગાયતી પાકો અને કઠોળ પાકોમાં આવતી ચુસીયા ,સફેદ માખી , લીલા તડતડીયા તેમજ ગુલાબી ઈયળ સર્જનાર ફૂદા પ્રકારની જીવાતો આકર્ષાઈ આવતા ખેતીને થતું વ્યાપક નુકશાન નિવારી શકાય છે ત્યારે જીલ્લાના શિક્ષક દ્વારા ખેડૂતો માટે માત્ર 1250 રૂપિયા જેવી સામાન્ય કિમતમાં તૈયાર થતો આ ચાડિયો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. તેમજ આવનારા દિવસોમાં ખેડૂતો માટે પાક રક્ષણનો સાથી બને તો નવાઈ નહિ.

ધનસુરા શાળા નંબર 1 ના શિક્ષકે સોલાર ચાડીયો બનાવતા શાળા ના શિક્ષકો તેમજ શાળાના સી આર સી કો ઓર્ડીનેટર સહિત ના સ્ટાફ આ કાર્યને બિરદાવી રહ્યા છે તેમજ ખુશી ની લાગણી અનુભવી રહ્યા છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
