મુંબઈ
સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુનું ટ્રેલર બુધવારના રોજ રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને એક દિવસ કરતા પણ ઓછા સમયમાં YouTube પર 1 કરોડ 16 લાખ કરતા પણ વધુ લોકોએ જોયું છે. સંજયના ચાહકો વારંવાર ફિલ્મના ટ્રેલર જોઈ રહ્યા છે, પરંતુ અનુક જ લોકોએ જોયું કે ટ્રેલરમાં એક ઝલક અરશદ વારસીની પણ છે. આ 3 મિનિટ 4 સેકન્ડ ટ્રેલર YouTube પર પ્રથમ નંબર પર ટ્રેંડ થયું રહ્યું છે.

આપને જણાવી દઈએ કે આ ટ્રેલરમાં સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસના ગીત “એમ બોલે તો માસ્ટર મેં માસ્ટર” નો એક સીન છે, જેમાં સંજય દત્તનો ચહેરો મોર્ફ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સીન એવો દેખાય રહ્યો છે કે જેમ જૂના સીન ફરીવાર ફિલ્માંકન કરવામાં આવ્યો હોય.આનું કારણ એ છે કે સંજય દત્તનો શર્ટ અને પેટર્ન અલગ હતું અને નવા સીનમાં સંજય દત્તના ચહેરા ના સિવાય તેમનો ગેટઅપ અને બીજી વસ્તુઓ પણ બદલવામાં આવી છે.
તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન, અરશદ વારસીએ કહ્યું હતું કે, “રણબીર એક સારો કલાકાર છે. મેં તેને વર્કશોપમાં જોયો છે મને સ્ક્રિપ્ટ ખબર છે રાજુ (રાજકુમાર હિરાની) કારણ કે તે મારા મિત્ર છે, તેમણે મને આ વિશે બધું કહ્યું હતું મને ખબર છે કે આ સીનને યોગ્ય રીતે ફિલ્માંકન કરવા માટે તેઓ કેટલી હદે સુધી ગયા છે.
