Gujarat News: ગુજરાતે અંગદાન, અંગ પ્રત્યારોપણ અને ઓર્ગન રીટ્રીવલના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે (Organ Transplantation Gujarat) નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલને એકસાથે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ મળતાં ગુજરાતની આરોગ્ય સેવાઓની દેશભરમાં પ્રશંસા (National Organ Donation Award) થઈ છે. 3 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હી ખાતે ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતને ત્રણ મહત્વપૂર્ણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
Organ Transplantation Gujarat: IKDRCને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં શ્રેષ્ઠતાનો એવોર્ડ
અમદાવાદની IKDRCને “Excellence in Leading Government Hospital in Organ Transplantation” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી કામગીરી બદલ સંસ્થાને (Best Government Hospital) આ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગ રીટ્રીવલ માટે સન્માન
મૃત દાતાઓ પાસેથી અંગોના સફળ રીટ્રીવલમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને “Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)”નો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. અંગદાનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ હોસ્પિટલની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલને Best Brain Stem Death Team એવોર્ડ
સુરતની નવી સિવિલ હોસ્પિટલને “Best Brain Stem Death Team”નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, પરિવારજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયાના અસરકારક અમલીકરણ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

કેબિનેટ બેઠકમાં એવોર્ડ્સ રજૂ
ગુજરાતને મળેલી આ ગૌરવપૂર્ણ સિદ્ધિના ત્રણેય રાષ્ટ્રીય એવોર્ડ્સ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર મંત્રીમંડળે ગુજરાતના આરોગ્ય વિભાગ અને ત્રણેય સરકારી હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી. મંત્રીમંડળે આ સિદ્ધિને ગુજરાત માટે ગૌરવની બાબત ગણાવીને સંબંધિત તબીબો, આરોગ્યકર્મીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
અંગદાન માટે ગુજરાતની કામગીરીને રાષ્ટ્રીય ઓળખ
એક જ પ્રસંગે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલને અલગ-અલગ કેટેગરીમાં રાષ્ટ્રીય સન્માન મળવું રાજ્યના ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. આ સન્માનથી ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ અને તબીબી ક્ષેત્રે વધુ સારી સેવાઓ માટેના પ્રયાસોને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: ગુજરાતે રચ્યો નિકાસનો નવો રેકોર્ડ: $110 બિલિયન સાથે ભારતનું નંબર-1 એક્સપોર્ટ રાજ્ય
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 222 અંગદાતાઓના અંગદાન થકી 713 વ્યક્તિઓને મળ્યું નવજીવન..!
આ પણ વાંચો: ગોબરધન યોજના હેઠળ ગુજરાતે 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા,સ્વચ્છ ઊર્જામાં પ્રગતિ
