High Court Judgment/ બાળકો માતા-પિતાની સંપત્તિ નથી’, પુખ્ત વયે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર: નાગપુર બેન્ચનો મહત્વનો ચુકાદો

નાગપુર હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં કહ્યું કે પુખ્ત વયની યુવતીને પોતાની પસંદગીનો જીવનસાથી () પસંદ કરવાનો અધિકાર છે. માતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી.

Top Stories India Breaking News
Aadult Woman Right To Choose Life Partner: યુવતીએ કોર્ટમાં કહ્યું- હું પોતાની મરજીથી યુવક સાથે રહું છું

High Court judgment: બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court )ની નાગપુર ખંડપીઠે (Nagpur Bench) એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગી મુજબ જીવનસાથી (Adult Woman Right To Choose Life Partner) પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ યુવતી પુખ્ત વયની થઈ ગયા બાદ પોતાની ઈચ્છાથી જીવનસાથી સાથે રહેવાનું પસંદ કરે છે, તો તેની કસ્ટડી મેળવવા માટે માતા-પિતા માત્ર હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ અરજીનો સહારો લઈ શકે નહીં.

આ કેસમાં એક માતાએ પોતાની પુત્રીની કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. માતાનો દાવો હતો કે પુત્રી નાબાલિક હતી ત્યારે એક યુવક તેને પોતાની સાથે લઈ ગયો હતો અને તેને ગેરકાયદે કસ્ટડીમાં રાખી હતી. આ મામલે યુવક સામે પોક્સો (POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

Adult Woman Right To Choose Life Partner: 17 વર્ષની ઉંમરે ટ્યુશન માટે ઘરેથી નીકળી હતી

મળતી માહિતી મુજબ, યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે ટ્યુશન માટે ઘરેથી નીકળી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાં તે એક યુવક સાથે જતી જોવા મળી હતી. પોલીસે યુવતીને શોધી કાઢી હતી અને તેની કસ્ટડી તેની માતાને સોંપી હતી. જોકે, થોડા સમય બાદ યુવતી ફરી ઘરેથી જતી રહી હતી. આ પછી તેની માતાએ પુત્રીની કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

Adult Woman Right To Choose Life Partner: યુવતીએ કોર્ટમાં પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુવતી સાથે સીધી વાતચીત કરી હતી. યુવતીએ કોર્ટને જણાવ્યું હતું કે તે પોતાની ઈચ્છાથી માતાનો સાથ છોડીને યુવક સાથે ગઈ હતી અને હવે તે તેની સાથે રહેવા માંગે છે. કોર્ટના ધ્યાનમાં આવ્યું કે સુનાવણીના સમયે યુવતી પુખ્ત વયની થઈ ચૂકી હતી. આવી સ્થિતિમાં તેને પોતાની જિંદગી અંગે નિર્ણય લેવાનો અને પોતાની પસંદગીના જીવનસાથી (Adult Woman Right To Choose Life Partner) સાથે રહેવાનો અધિકાર છે.

Adult Woman Right To Choose Life Partner
Adult Woman Right To Choose Life Partner

યુવક પર ગેરકાયદે કસ્ટડીમાં રાખવાનો આરોપ

માતાએ દલીલ કરી હતી કે યુવતી નાબાલિક હતી ત્યારે યુવકે તેને પોતાની પાસે રાખી હતી અને તેની ગેરકાયદે કસ્ટડી કરી હતી. યુવક સામે પોક્સો હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો મુદ્દો પણ માતા તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટ સમક્ષ યુવતીની ગેરકાયદે કસ્ટડીમાં હોવાનો દાવો પૂરતા પ્રમાણમાં સાબિત થઈ શક્યો નહોતો. યુવતી હવે પુખ્ત વયની હોવાથી તેની પોતાની પસંદગી (Adult Woman Right To Choose Life Partner) અને ઈચ્છાને પણ કોર્ટ માટે મહત્વનું પરિબળ માનવામાં આવ્યું.

બાળકના હિતને સર્વોચ્ચ મહત્વ

હાઈકોર્ટે બાળ કસ્ટડીના મામલે સુપ્રીમ કોર્ટના અગાઉના વલણનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટના જણાવ્યા મુજબ, આવા મામલામાં માતા-પિતાના અધિકાર કરતાં બાળકનું કલ્યાણ વધુ મહત્વનું છે.આ કેસમાં હેબિયસ કોર્પસ અરજી માટે જરૂરી ગેરકાયદે કસ્ટડી સાબિત થઈ ન હોવાથી નાગપુર ખંડપીઠે માતાની અરજી ફગાવી દીધી હતી.

ચુકાદાનો શું અર્થ થાય?

આ ચુકાદામાં કોર્ટ દ્વારા ફરી એકવાર એ સિદ્ધાંત સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે પુખ્ત વયની વ્યક્તિ પોતાની જિંદગી અંગે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. તેમાં જીવનસાથી (Adult Woman Right To Choose Life Partner)ની પસંદગી અને પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાનો અધિકાર પણ સામેલ છે.અર્થાત્, પુખ્ત વયની યુવતી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કોઈ વ્યક્તિ સાથે રહેતી હોય અને તેની ગેરકાયદે કસ્ટડી સાબિત ન થાય, તો માત્ર માતા-પિતાની ઈચ્છાના આધારે તેની કસ્ટડી પરત મેળવવા માટે હેબિયસ કોર્પસ અરજીનો ઉપયોગ કરી શકાય નહીં.


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પુખ્ત દીકરીને જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા

આ પણ વાંચો:સમલૈંગિક સંબંધ હોઈ શકે, લગ્ન નહીઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો:જો લગ્નજીવનને નુકસાન થાય છે, તો પત્ની તેના પતિના પ્રેમી પાસેથી નુકસાની માંગી શકે છે; દિલ્હી હાઈકોર્ટ