Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર VCE તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, VCEને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે.
લાંબા સમયથી રાજ્યના વિવિધ વિભાગો દ્વારા VCEને મળતું વેતન અસમાનતા, ઓછી કમિશન અને જુદી જુદી નીતિઓના કારણે અનેક પ્રશ્નો ઉભા થતા હતા. આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાન પર પહોંચતા, તેમણે તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લઈ એક મોટો સુધારો કર્યો.
યુનિટદીઠ હવે ન્યુનતમ રૂ. 20ની ગેરંટી ચુકવણી: મોટો પ્રયાસ, મોટો ફાયદો
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગોને સ્પષ્ટ આદેશ આપ્યા કે હવે દરેક કામગીરી બદલ VCE ને ઓછામાં ઓછું રૂ. 20 યુનિટદીઠ ચૂકવવાનું ફરજીયાત રહેશે.
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શું આશય ધરાવે છે?
ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે.
VCE દ્વારા આપવામાં આવતી મુખ્ય સેવાઓ:
7/12, 8-A અને હકકપત્રની નકલ
ખેડુત રજીસ્ટ્રેશન
વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી
જન્મ-મરણના દાખલા
આવકનું પ્રમાણપત્ર
રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા
જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) દ્વારા આપવામાં આવે છે, કારણ કે તે શહેર સુધીના ચક્કર અને વધારાના ખર્ચમાંથી બચાવે છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે.
આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી.
ગામડાંના યુવાઓને આર્થિક સશક્તિકરણ ,એક સકારાત્મક અસર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી VCEના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે.
એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ VCEને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે
આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર
