Not Set/ આત્મવિલોપનની ચીમકીનો ચાલે છે દોર, પરિવારના 7 સભ્યોએ આપી આત્મવિલોપનની ચીમકી

મહેસાણા, અવારનવાર લોકો પોતાની માંગ સંતોષવા માટે આત્મવિલોપનની ચીમકી આપતા થઇ ગયા છે. ત્યારે વધુ એકવાર આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. મહેસાણાના પાલેજ ગામમાં પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. હવે એવું લાગે છે કે આત્મવિલોપનની ચીમકી આપવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી […]

Top Stories

મહેસાણા,

અવારનવાર લોકો પોતાની માંગ સંતોષવા માટે આત્મવિલોપનની ચીમકી આપતા થઇ ગયા છે. ત્યારે વધુ એકવાર આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. મહેસાણાના પાલેજ ગામમાં પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી.

હવે એવું લાગે છે કે આત્મવિલોપનની ચીમકી આપવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી એલસીબી ઓફિસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પરિવારે જમીનનો પ્રશ્ર્ન ઉકેલાતો ન હોવાથી આ ચીમકી આપી હતી. પાલેજ ગામના જીતેન્દ્ર અભેસિંહના પરિવારે આ ચીમકી આપી હતી. ત્યારે તાત્કાલિક મહેસાણા તાલુકા પોલીસે 6 લોકોની અટકાયત કરી હતી. જેમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. પરંતુ જીતેન્દ્રસિંહ અભેસિંહ હજુ ઝડપાયો નથી. આ મામલે પોલીસ દ્રારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.