Ahmedabad News : અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાંથી નકલી ગુટખાનો જથ્થો ઝડપાયો છે. પોલીસને આ અંગે માહિતી મલી હતી કે ભોગીલાલની ચાલીમાં નકલી ગુટખાનો વેપાર થઈ રહ્યો છે. માહિતીને આધારે સ્થાનિક પોલીસે ભોગીલાલની ચાલીમાં રહેતી નસીમબાનુના ઘરમાં દરોડો પાડયો હતો.
રેડ દરમિયાન પોલીસને ઘરમાંથી આરએમડી અને બીજી બ્રાન્ડનો નકલીગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ ગુટખાનો અંદાજે રૂ.4.79 લાખનો ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો. આરોપીએ ગુટખાના પેકેટ પર વિવિધ બ્રાન્ડના બનાવટી લોગો અને ટ્રેડમાર્ક લગાવ્યા હતા. બાદમાં બ્રાન્ડના કર્મચારીએ મહિલા સામે લોગોના દુરૂપયોગનો કેસ કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:પીડિતાના શરીરમાં સ્પર્મ! શું આરોપી રાજકારણીનો પુત્ર છે? પોલીસ કમિશનરે કર્યો ખુલાસો
