Not Set/ ભાનુશાળી હત્યાકાંડ મામલો,ભુજના વધુ એક રાજકરણીનું નામ ખુલશે:સૂત્ર

અમદાવાદ, ભાનુશાળી હત્યાકાંડ મામલે ભુજના વધુ એક રાજકરણીનું નામ ખુલશે. છબીલ પટેલની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ આવશે. છબીલ ન્યુયોર્કથી આવતાં હતા ત્યારે ઝડપી લીધા. ન્યૂજર્સીમાં છબીલ પટેલ હતા. ભુજ કોર્ટમાં વધુ રિમાન્ડ માટે લઈ જવાશે. છબીલ પટેલની જડતી લઈ સામાન ચેક કર્યો. ગુના બાબતે પૂછતાં કબૂલાત કરી. હત્યા પાછળનું કારણ- જૂની […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

ભાનુશાળી હત્યાકાંડ મામલે ભુજના વધુ એક રાજકરણીનું નામ ખુલશે. છબીલ પટેલની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ આવશે. છબીલ ન્યુયોર્કથી આવતાં હતા ત્યારે ઝડપી લીધા. ન્યૂજર્સીમાં છબીલ પટેલ હતા.

ભુજ કોર્ટમાં વધુ રિમાન્ડ માટે લઈ જવાશે. છબીલ પટેલની જડતી લઈ સામાન ચેક કર્યો. ગુના બાબતે પૂછતાં કબૂલાત કરી. હત્યા પાછળનું કારણ- જૂની અદાવત છે. જૂના કેસને લઈને છબીલ પટેલ વધુ પરેશાન હતા.

મનીષા ગોસ્વામી તથા અન્ય સાથે સંપર્કમાં હતા. મનીષા ગોસ્વામીનો હત્યામાં રોલ છે. મનીષા ગોસ્વામીની કાવતરામાં સંડોવણી છે. મદદ કારનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.

તાજેતરમાં જ સિદ્ધાર્થ પટેલને પણ એસઆઇટીએ પકડી લઈ મહત્વનો ખુલાસો કર્યો હતો. હવે પોલીસે હત્યા અંગેના કાવતરાનો પર્દાફાશ કરવા છબીલ પટેલની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનાની કબૂલાત કરી છે.

પુત્ર અને વેવાઇ સામે ગુના દાખલ થતાં છબિલ પટેલ ચારે બાજુથી દબાણમાં

ગુરુવારે સવારે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબિલ પટેલની અટકાયત કરી લીધી હતી. આ અંગે સીઆઇડી ડીજી આશિષ ભાટિયા અને રેલવેએ પ્રેસકોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.

તેમના જણાવ્યા પ્રમાણે જ્યંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલની ધપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને વેવાઇ સામે ગુના દાખલ થતાં છબિલ પટેલ ચારે બાજુથી દબાણમાં આવી ગયા હતા.

પોલીસ સમક્ષ હાજર થયા હતા. તેઓ દુબઇથી ફ્લાઇટ બદલીને અમદાવાદ આવતા એરપોર્ટ ઉપર જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેમની પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળ્યા છે. તેમની પાસે અન્ય સામાન પણ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. છબિલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો.

મનીષા ગોસ્વામી પોલીસ પકડથી બહાર

ગુરુવારે વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ પહોંચતા જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી. આ કેસમાં છબિલ પટેલના પુત્રની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ કેસમાં છબીલ પટેલના ફાર્મ હાઉસ પરથી આરોપી રાહુલ અને નિતીનને આશરો આપી દોરવણી આપવા બદલ બેની ધરપકડ કરી હતી.

તો બન્નેની પૂછપરછ દરમિયાન શાર્પ શુટર પણ પોલીસ પકડમાં આવી ગયા હતા. હાલમાં પણ એસઆઇટીની ટીમ આ કેસની ગુથી ઉકેલવા અનેક મથામણો કરી ચૂકી છે.

ત્યારે મનીષા ગોસ્વામી પોલીસ પકડથી બહાર છે. જાણો આ કેસમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ફરિયાદ મુજબ કેટલા આરોપી ફરાર છે.