વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ પાસે એક પરણિતાએ ઝેરી પદાર્થ ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે આવેલ ભીટીયા સોસાયટીમાં રહેતી નમીરાબેન સેાયબભાઇ બ્લેચ નામની 26 વર્ષની પરિણીતાએ કોઈ કારણોસર તેના ઘરે ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા તેણીને સારવાર માટે મોરબીની હોસ્પિટલે બેભાન અવસ્થામાં લાવવામાં આવી હતી
આપને જણાવી દઈએ કે નમીરાબેનના લગ્ન ત્રણ વર્ષ થઇ ગયા છે. ડીવાયએસપીની માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીએસઆઇ પી.સી.મોલીયાએ બનાવના કારણે અંગે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
