અમદાવાદ,
રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લીધે અંતે એક્ઝામ રદ્દ કરવાની ફરજ પડી છે. આ મામલે એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પોલીસ દ્વારા આ મામલે એક પીએસઆઈ સહિત ૪ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને રાજ્યભરના લાખો યુવાનોને પડેલી મુશ્કેલીઓ અંગે વર્તમાન સરકારનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
#વિકાસ_લીક_થયો#વિકાસ_લીક_થયો
પેપર છે કે પાઇપલાઇન!!!
હાલતા "લીક" થાય છે..#Gujarat #lokrakshak #PoliceRecruitment
👆😡😡😡— Hiren gadhavi (@Hirengadhavi12) December 2, 2018
બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ સરકાર પર આરોપોના બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, “વિકાસ લીક થઇ ગયો છે, પેપર છે કે પાઇપલાઇન”!…સહિતની અનેક કોમેન્ટો સામે રહી છે અને રુપાણી સરકાર પર ગુસ્સો ઠાલવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી કોમેન્ટ :
#Lokrakshak https://t.co/FeEG7LiGfH
— Neel Shah 🇮🇳 #BJP (@neelshah31790) December 2, 2018
એલાવ ઓલા બિચારા રાત દિવસ જાગીને પરિક્ષા ની તૈયારી કરે અને તમે સીધા પેપર ફોડી નાંખો..
સહેજ તો શરમ કરો જો હોય તો.
👆😡😡😡😡 🙏🙏#PoliceRecruitment #exams #exam #Police #GujaratSamachar #Gujarat #lokrakshak @CMOGuj @GujaratPolice— રવિ પોલરા ગુજરાત ભારત (GJ BH) (@ravipolara) December 2, 2018
https://twitter.com/DipakPa33572928/status/1069191179596677121
આ પેપર નહી પણ નવ લાખ વિદ્ધાર્થી ના ભાગ્ય ફુટ્યા છે!
ગુજરાત સરકાર રાજી નામુ આપે
શરમ હોયતો?..#Police #PoliceRecruitment #Gujarat #lokrakshak— Ravi Polara (@ravipolara) December 2, 2018
"ઘર કા ભેદી લંકા ઢાયે"#PoliceRecruitmentGujarat #paperleak #PaperLeak #Gujarat #GujaratPolice#lokrakshak @GujaratPolice @dgpgujarat
— Tejass Modi (@TejassModi_) December 3, 2018
https://twitter.com/radhe_krishna2/status/1069199306484142082
https://twitter.com/neelshah31790/status/1069189640387588096
#lokrakshak https://t.co/JSRbNzf81w
— Neel Shah 🇮🇳 #BJP (@neelshah31790) December 2, 2018
હવે લોકરક્ષક ની નઈ પહેલા.
પેપરરક્ષક ની ભરતી કરો.#પેપર_લીક#વિકાસ_લીક_થયો
👆😡😡😡#lokrakshak #Gujarat #PoliceRecruitment #Police @PatidarSupport
@KRaval20— રવિ પોલરા ગુજરાત ભારત (GJ BH) (@ravipolara) December 2, 2018
આ છે સમગ્ર ઘટનાના આરોપીઓ :
૮,૭૬,૩૫૬ ઉમેદવાર આપવાના હતા પરીક્ષા
થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના ૮,૭૬,૩૫૬ ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા. લેખિત પરીક્ષા માટે ૨,૪૪૦ શાળા / કોલેજોના ૨૯,૨૦૦ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.
રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે પ્રારંભમાં ૬૧૮૯ બેઠકો મંજૂર કરવામાં આવી હતી, પરંતુ પાછળથી વધુ ૩૫૨૪ બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કુલ ૯૭૧૩ બેઠકો માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે.
