Gujarat News/ NEET 2026 પેપર લીકનો મોટો ખુલાસો? પરીક્ષા પહેલા 140 પ્રશ્નો વાયરલ, SOG તપાસમાં ચોંકાવનારી વિગતો

NEET UG 2026 exam પહેલા 140 પ્રશ્નો વાયરલ થયાનો દાવો સામે આવતા દેશભરમાં ચકચાર મચી ગઈ છે. SOG તપાસમાં મોટો ખુલાસો થયો છે.

Top Stories Gujarat Others Breaking News
NEET UG 2026 exam:પેપર લીક!140 પ્રશ્નો અસલી પેપર સાથે મેચ

Gujarat News: 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET (UG) પરીક્ષા (NEET UG 2026 exam) હવે ફરી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસ મુજબ પરીક્ષાના બે દિવસ પહેલા એટલે કે 1 મેના રોજ સીકરમાં એક ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, જેમાં રહેલા 140 પ્રશ્નો અસલી NEET પરીક્ષા (NEET UG 2026 exam)માં પૂછાયા હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો અનુસાર, હાથથી લખાયેલા આ પેપરમાં કુલ 300 પ્રશ્નો હતા. માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ તેમના વિકલ્પોનો ક્રમ પણ મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

600 માર્ક્સનું પેપર પહેલેથી જ બહાર?

NEET પરીક્ષા (NEET UG 2026 exam)માં દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવે છે. જો 140 પ્રશ્નો મેચ થયા હોય તો અંદાજે 560થી 600 માર્ક્સ જેટલું પેપર પરીક્ષા પહેલા જ બહાર આવ્યું હોવાની ગંભીર આશંકા ઊભી થઈ છે. NEET કુલ 720 માર્ક્સની પરીક્ષા છે, તેથી આ મામલો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે.

કેરળથી રાજસ્થાન સુધી ફેલાયું નેટવર્ક

SOG તપાસમાં આ છેડો કેરળની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના એક MBBS વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે. આરોપ છે કે આ વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં તેના મિત્રને આ સામગ્રી મોકલી હતી.ત્યારબાદ કોચિંગ નેટવર્ક, પીજી સંચાલકો અને કરિયર કાઉન્સેલરો મારફતે આ પેપર હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું હતું. શરૂઆતમાં આ ગેસ પેપર 20 હજારથી 2 લાખ રૂપિયામાં વેચાયું હોવાનું કહેવાય છે, જ્યારે પરીક્ષાની આગલી રાતે તેની કિંમત 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

NTAએ શું કહ્યું?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું છે કે તેઓ રાજસ્થાન SOG ની તપાસથી માહિતગાર છે. એજન્સીના જણાવ્યા મુજબ પરીક્ષા બાદ ચાર દિવસ પછી આ ગેરરીતિ અંગે જાણ થઈ હતી અને સંબંધિત તપાસ એજન્સીઓને જરૂરી વિગતો સોંપી દેવામાં આવી છે.હવે SOG ના અંતિમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

ફરી તાજો થયો 2024નો વિવાદ

આ સમગ્ર ઘટનાએ 2024ના NEET વિવાદની યાદો ફરી તાજી કરી દીધી છે. ત્યારે પણ માર્ક્સમાં ગડબડી અને પેપર લીકના આરોપોને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.હાલ NEET 2026 (NEET UG 2026 exam)ના આ કેસે ફરી એકવાર દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષણ માફિયાનો કાળો કારોબાર: JEE-NEET કોચિંગની KOTA ફેક્ટરી

આ પણ વાંચો:NEET UG જાપાન ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું મેડિકલ ડેસ્ટિનેશન બની રહ્યું છે,જાણો  કારણ  

આ પણ વાંચો:NEETની પરીક્ષા પાસ કરનાર કુલવીરસિંહ જાડેજાએ IPS પિતાને એવું તે શું કરી બતાવ્યું?