Gandhinagar News/ NEETની પરીક્ષા પાસ કરનાર કુલવીરસિંહ જાડેજાએ IPS પિતાને એવું તે શું કરી બતાવ્યું?

NEET ની પરીક્ષાના પરિણામમાં કુલવીરસિંહ જાડેજાએ 640/720 માર્ક 99.99 પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર ભારતમાં 126મો રેન્ક અને જનરલ કેટેગરીમાં 89 મો રેન્ક મેળવી ગુજરાત અને સમગ્ર રાજપૂત સમાજનું નામ રોશન તો કર્યું છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: કહેવત છે કે બાપ કરતાં બેટા સવાયા આ કહેવત એક પુત્રએ ફરી પુરવાર કરી છે. NEETની પરીક્ષામાં બેસવું જ અઘરું હોય છે. તેમા પણ સારા માર્ક્સ લાવવા એટલા માટે તો દેશભરના વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવી પડે છે. તેમા પણ ગુજરાતીઓ માટે તો કહેવાય જ છે કે આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા તેઓની લાઇન નહીં, તેઓ બહુ-બહુ તો ધંધો કરી જાણે, સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમનું ગજું નહી. પણ આ બધી માન્યતાઓને ખોટી પાડે છે ગુજરાતી વિદ્યાર્થી કુલવીરસિંહ જાડેજાએ.

ગુજરાતી વિદ્યાર્થી દેશની સૌથી અઘરી પરીક્ષામાં પાસ કરે અને રેન્ક મેળવે તે વાત જ માનવી અઘરી છે. પરંતુ કુલવીરસિંહ જાડેજાએ સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાતી ધારે તો શું કરી શકે છે. NEET ના પરિણામમાં કુલવીરસિંહ જાડેજાના પર્ફોર્મન્સે સાબિત કરી બતાવ્યું છે કે જ્ઞાનની વિસ્તરતી જતી ક્ષિતિજોને પહોંચી વળવામાં ગુજરાતી પણ પાછળ નથી.

NEET ની પરીક્ષાના પરિણામમાં કુલવીરસિંહ જાડેજાએ 640/720 માર્ક 99.99 પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર ભારતમાં 126મો રેન્ક અને જનરલ કેટેગરીમાં 89 મો રેન્ક મેળવી ગુજરાત અને સમગ્ર રાજપૂત સમાજનું નામ રોશન તો કર્યું છે. તેમણે જે અભ્યાસ કર્યો તે કદાચ ગુજરાતમાં રાજપૂત સમાજમાં કોઈપણ યુવાને આ પ્રકારની સિદ્ધિ મેળવી નહીં હોય તેવા પ્રકારની સિદ્ધિ છે.

માતા જ્યોતિબા અને આઇપીએસ તથા ગાંધીનગર સ્ટેટ આઇબીમાં એસપીના હોદ્દા પર બિરાજતા પિતાશ્રી રવિરાજ જાડેજાના સંતાને બતાવી દીધું છે કે જીવ બચાવવાની વાત હોય તો રાજપૂત ક્યાંય પાછો પડતો નથી, પછી તે પ્રજા માટે લડવામાં આવતું યુદ્ધનું મેદાન હોય કે જ્ઞાન થકી કોઈનો જીવ બચાવવાનો પ્રયત્ન હોય. પણ રાજપૂત જીવ બચાવવા માટે હંમેશા કોઈને કોઈ સ્વરૂપમાં લડતો જ રહેશે.

કુલવીરસિંહ જાડેજાએ તેમના પપ્પાને જણાવ્યું હતું કે તમારા એક પગાર કરતાં પણ ઓછા ખર્ચમાં દેશની સર્વોત્તમ સંસ્થા એઇણ્સમાં ભણીનું હું ડોક્ટર બનીશ. આટલી નાની વયે પણ તેણે આ બોલ પાળી બતાવ્યા. આજે આખું જાડેજા કુટુંબ અને રાજપૂત સમાજ જ નહીં પણ આખું ગુજરાત આ યુવાન પર ગર્વ અનુભવી રહ્યું છે.

કહેવાય છે કુળને તારે છે તે કુળદીપક, પણ ડોક્ટર બનવાના સ્વપ્ન તરફ આગળ વધતા કુલવીરસિંહ જાડેજાએ તો માનવ જીવનને બચાવવાના અણમોલ સ્વપ્ન તરફ આગળ વધવાની આટલી નાની વયે બતાવેલી ધગશ કાબિલેદાદ છે. આમ કુલવીરસિંહ જાડેજા ફક્ત રાજપૂત સમાજના યુવાનો માટે જ નહીં ગુજરાતના બીજા યુવાનો માટે પણ એક પ્રેરણાનો માપદંડ બન્યો છે. તેણે યુવાન તરીકે પોતાનું ભાવિ ઘડતર કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતની દીકરીએ ટેક્વેન્ડોમાં 13 ગોલ્ડ જીતી તોડ્યા અનેક રેકોર્ડ

આ પણ વાંચો: રક્ષકોને રક્ષાનું બંધન,પોલીસકર્મીઓએ કહ્યુ અમારી જીંદગીમાં આવી ઉજવણી કયારેય નથી કરી

આ પણ વાંચો: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024  : આ વિજેતાઓને મળશે પુરસ્કાર, જાણો તમામ વિગત