Surat News/ સુરતમાં 562.55 કિલો ગાંજા કેસમાં 3 આરોપીઓને 10-10 વર્ષની કેદ

તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ ગાંજા (Ganja)નો જથ્થો ઓડિશા (Odisha)થી ગુજરાતમાં ગેરકાયદેસર વેચાણ માટે લાવવામાં આવ્યો હતો

Gujarat Surat
સુરત (Surat)માં વર્ષ 2020માં ઝડપાયેલા 562.55 કિલોગ્રામ ગાંજા (Ganja)કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ ઝોનલ યુનિટને મોટી કાનૂની સફળતા મળી છે

Surat News : સુરત (Surat)માં વર્ષ 2020માં ઝડપાયેલા 562.55 કિલોગ્રામ ગાંજા (Ganja)કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ ઝોનલ યુનિટને મોટી કાનૂની સફળતા મળી છે. સુરતની વિશેષ NDPS કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને દરેકને 10 વર્ષની સખત કેદ અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

ગાંજા (Ganja)નો જથ્થો ઓડિશા (Odisha)થી ગુજરાતમાં ગેરકાયદેસર વેચાણ માટે લાવવામાં આવ્યો હતો

NCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે 4 અને 5 મે, 2020ના રોજ સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં આવેલી કૃષ્ણા ઇન્ડસ્ટ્રી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ શખ્સોની તપાસ કરતાં તેમના કબજામાંથી કુલ 562.55 કિલોગ્રામ ગાંજા મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો ઓડિશા થી ગુજરાતમાં ગેરકાયદેસર વેચાણ માટે લાવવામાં આવ્યો હતો.

આ કેસમાં NCBએ NDPS Act, 1985ની કલમ 8(c), 20(b)(ii)(c) અને 29 હેઠળ ગુનો નોંધ્યો હતો. ઓક્ટોબર 2020માં સુરતની વિશેષ NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 2 જુલાઈ, 2026ના રોજ 11મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે ચુકાદો આપ્યો હતો.

કોર્ટે કાલુ ચરણ બહેરા, સુધીર કુમાર સ્વૈન અને મિથુન પ્રધાનને દોષિત જાહેર કર્યા છે. ત્રણેય આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે. કોર્ટે દરેક આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જપ્ત કરાયેલા ગાંજા (Ganja)નો કાયદાકીય પ્રક્રિયા મુજબ ટ્રાયલ પહેલાં જ નિકાલ કરવામાં આવ્યો હતો.

NCBએ જણાવ્યું છે કે આ ચુકાદો આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઇન સામેની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ છે અને નશાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. સાથે જ NCBએ લોકોને ‘નશા મુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા માટે ડ્રગ્સ સંબંધિત માહિતી MANAS – નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન (ટોલ ફ્રી 1933) પર આપવાની અપીલ કરી છે. એજન્સીએ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ આપી છે.


આ પણ વાંચો : સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

આ પણ વાંચો : અમદાવાદમાં મેફેડ્રોન કેસમાં આરોપીને 15 વર્ષની સખત કેદ

આ પણ વાંચો : ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં 6 પાકિસ્તાનીને 20 વર્ષની સખત કેદ