Ahemdabad News: રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા વધુ સક્રિય બનવાના સંકેતો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર એક સાથે 6 હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ટ્રફ, શિયર ઝોન અને લો પ્રેશર સિસ્ટમના પ્રભાવને કારણે આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
Weather Department Forecast, 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જામશે વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત દમણ, દાદરા અને નગર હવેલી તેમજ જૂનાગઢ જિલ્લામાં પણ સારો વરસાદ પડી શકે છે. અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય અને પૂર્વ ગુજરાતના અરવલ્લી, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જામનગર, બોટાદ, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આણંદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયાની સ્થિતિ ઉગ્ર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અનેક બંદરો પર 3 નંબરનું વોર્નિંગ સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હવે જામનગર સુધી આગળ વધી ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યના વધુ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આગામી 48 કલાક રાજ્ય માટે ખાસ મહત્વના રહેવાના હોવાથી લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
