Video/ અમરેલીમાં ભાજપના નેતાની ઈન્સ્ટા આઈડીથી વીડિયો થયા અપલોડ, લોકો થૂ…થૂ કરવા લાગ્યા

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ભાજપ પ્રમુખને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ સિંહની પજવણી કરી અને સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો શેર કરતાં વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠયા છે.

Gujarat Others
ભાજપના નેતા

ગુજરાતમાં અમરેલીમાં અવારનવાર સિંહોના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા રહે છે. જેમાં લોકો સિંહની પજવણી કરતાં પણ જોવા મળે છે.  ત્યારે આવામાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ભાજપ પ્રમુખને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ સિંહની પજવણી કરી અને સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો શેર કરતાં વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠયા છે.

બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા સિંહોની પજવણી કરવામાં આવી છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડીયામાં પણ વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે સતત સિંહોની સુરક્ષાને લઈ વાતો કરતાં વનવિભાગ પર ફરી એક વખત સવાલો ઉઠયા છે.ભાજપના નેતા દ્વારા સિંહની પજવણી થતા વનવિભાગ દ્વારા કેવા પગલાં ભરાય તેના પર લોકોને નજર છે.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ