Not Set/ વિશ્વ/ પાકિસ્તાન પ્રસારણ નિગમની સ્ટ્રીમિંગ પર ફેસબુકે લગાવ્યો પ્રતિબંધ

ફેસબુકે પાકિસ્તાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (પીબીસી) નાં જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, યુટ્યુબ પર રેડિયો પાકિસ્તાનની બુલેટિન્સનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોન ન્યૂઝે આ માહિતી રેડિયો પાકિસ્તાન મારફતે આપી હતી. રેડિયો પાકિસ્તાને પોતાની રિપોર્ટમાં સોશિયલ મીડિયા વિશાળ ફેસબુકથી પ્રાપ્ત પૂર્વ ચેતવણી સંદેશાઓનાં સ્ક્રીનશોટ શામેલ કર્યા છે, જેમા […]

Top Stories World
facebook વિશ્વ/ પાકિસ્તાન પ્રસારણ નિગમની સ્ટ્રીમિંગ પર ફેસબુકે લગાવ્યો પ્રતિબંધ

ફેસબુકે પાકિસ્તાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (પીબીસી) નાં જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, યુટ્યુબ પર રેડિયો પાકિસ્તાનની બુલેટિન્સનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોન ન્યૂઝે આ માહિતી રેડિયો પાકિસ્તાન મારફતે આપી હતી. રેડિયો પાકિસ્તાને પોતાની રિપોર્ટમાં સોશિયલ મીડિયા વિશાળ ફેસબુકથી પ્રાપ્ત પૂર્વ ચેતવણી સંદેશાઓનાં સ્ક્રીનશોટ શામેલ કર્યા છે, જેમા સાર્વજનિક પ્રસારણને ખતરનાક વ્યક્તિઓ અને સંગઠનોનાં ધોરણોનાં ઉલ્લંઘન પર ચેતવણી આપવામા આવેલ છે.

આ પોસ્ટ્સ વિશેષ રીતે જુલાઈમાં હિઝબુલ મુજાહિદ્દીનનાં નેતા બુરહાન બાની અને મે મહિનામાં તેના કમાન્ડર જાકીર મુસાનાં નિધન પછી લગાવવામાં આવેલ કરફ્યુનાં સમાચાર સાથે સંબંધિત છે. સોમવારે ઇસ્લામાબાદમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં માહિતી અને પ્રસારણ બાબતોનાં વડા પ્રધાનનાં સહાયક ફિરદૌસ આશીક અવાને કહ્યું કે, પાકિસ્તાને વધુ આત્મનિર્ભર બનવા માટે આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પોતાને દૂર રાખવું પડશે.

કાશ્મીર અંગે તેમણે કહ્યું કે, આપણે જોયું તેમ, દરેક વખતે જ્યારે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માનવાધિકારનાં ઉલ્લંઘનોને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે ફેસબુક જેવા એકાઉન્ટ બંધ કરવામાં આવે છે. તેમણે કહ્યું, અમે આની વિરુદ્ધ અગાઉ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં ફરીથી કરીશું અને તે એકાઉન્ટ્સને ફરીથી પુનઃસ્થાપિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.