Chintan Shibir/ કોંગ્રેસમાં ‘એક પરિવાર-એક ટિકિટ’નો પ્રસ્તાવ, પણ સાથે સાથે આ ‘ઓફર’ પણ!

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરના પ્રથમ દિવસે જ પાર્ટીના નેતાઓએ નવી કોંગ્રેસની રચના કરવા માટે શક્તિ ભરી દીધી છે, કોંગ્રેસ જે પરિવારવાદથી પીડાઈ રહી છે તેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

Top Stories India
5 24 કોંગ્રેસમાં 'એક પરિવાર-એક ટિકિટ'નો પ્રસ્તાવ, પણ સાથે સાથે આ 'ઓફર' પણ!

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરના પ્રથમ દિવસે જ પાર્ટીના નેતાઓએ નવી કોંગ્રેસની રચના કરવા માટે શક્તિ ભરી દીધી છે. કોંગ્રેસ જે પરિવારવાદથી પીડાઈ રહી છે તેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસમાં હવે એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે એટલે કે ‘એક પરિવાર એક ટિકિટ’. આ ઉપરાંત એક પોસ્ટ પર 5 વર્ષની મર્યાદા અને યુવાનોને અડધો હિસ્સો જેવા ફેરફારો કરવાનો ઠરાવ કરીને કોંગ્રેસને નવપલ્લવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ દરમિયાન ભાજપે કટાક્ષ કરવાની એક પણ તક ગુમાવી નહીં અને પૂછ્યું કે શું આ નિયમો ગાંધી પરિવારને લાગુ પડશે?

એક પરિવાર – એક ટિકિટ પરંતુ…

કોંગ્રેસના નેતા અજય માકને પાર્ટીમાં મોટા ફેરફારનો સંકેત આપતા જાહેરાત કરી હતી કે એક પરિવારમાંથી એક ટિકિટ પર લગભગ સહમતિ છે. પરંતુ આ સાથે તેમણે એક ‘ઓફર’ પણ ઉમેરી કે જો પરિવારના અન્ય સભ્યએ પણ 5 વર્ષ પાર્ટી માટે કામ કર્યું હોય તો તેને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.

આ છૂટછાટ કોના માટે છે?

અજય માકનની આ જાહેરાત સાથે જ ‘એક પરિવાર એક ટિકિટ’ના ઈરાદા પર સવાલો ઉભા થયા છે. કારણ કે પ્રિયંકા ગાંધી વાડ્રા વર્ષ 2019માં પાર્ટીના મહાસચિવ બન્યા હતા અને તેમના કહેવા પ્રમાણે, વર્ષ 2024માં કોંગ્રેસ માટે તેમના કામના 5 વર્ષ પૂરા થશે. તો શું આ 5 વર્ષની મર્યાદા કે છૂટછાટ માત્ર ગાંધી પરિવારના કારણે જ નક્કી કરવામાં આવી છે? આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયક કહે છે, “હું ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે… હું ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી લોકસભામાં જાય… તેમણે ઉત્તર પ્રદેશમાંથી બહાર આવીને મોટી ભૂમિકામાં આવવું જોઈએ.

યુવાનો પર ભાર

આ  ઉપરાંત ચિંતન શિબિરમાં વધુ મોટી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં પોસ્ટ પર 5 વર્ષની મર્યાદા અને 3 વર્ષની રાહ જોવી જરૂરી રહેશે. જયારે યુવાનોને ધ્યાનમાં રાખીને, 50 વર્ષથી ઓછી વયના લોકો માટે 50% અનામત રાખવાનો પણ પ્રસ્તાવ છે. બીજી તરફ, આ નિર્ણયો પર ભાજપની ચુસ્તી પર કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા કહે છે કે, ‘ચિંતન શિવર કોંગ્રેસનો છે પરંતુ ભાજપ વધુ ચિંતિત છે’.

ઋણ ચૂકવવાનો સમય

ઉલ્લેખનીય છે  કે આ 3 દિવસીય ચિંતન શિબિરના અંતિમ દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થશે, જેમાં તમામ પ્રસ્તાવો પર ચર્ચા અને મહોર મારવામાં આવશે. જયારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચેતવણી આપતાં નેતાઓને પાર્ટીનું ઋણ ચૂકવવાની હકીકતને પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું, ‘પાર્ટીએ તમને ઘણું આપ્યું છે, પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.’

નિષ્ફળતાના 8 વર્ષ અને ત્રણ દિવસ

વાસ્તવમાં કોંગ્રેસ આ ચિંતન શિબિર દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. 8 વર્ષની નિષ્ફળતા અને ભવિષ્યના પડકારોનો 3 દિવસમાં સામનો કરવાનો પ્રયાસ છે. કવાયત એ છે કે આ ચિંતન શિબર વિરોધીઓને નિશાન બનાવવાનો બીજો મોકો ન આપે. આ ચિંતન શિબિર પાછળ ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થઈ રહ્યો છે કે હવે કોંગ્રેસ પક્ષ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ આવી ગઈ છે. કોંગ્રેસ સમક્ષ પરિવારવાદના આરોપનો સામનો કરવાનો સૌથી મોટો પડકાર છે, પ્રશ્ન એ છે કે તે કાગળ પર બનેલા નિયમોને કેવી રીતે લાગુ કરશે.