Retirement/ સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દીનો The End… તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આ પહેલા સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.

Top Stories Sports
સુરેશ રૈના

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આનાથી તે વિદેશમાં યોજાનારી T20 લીગમાં રમવા માટે યોગ્ય બન્યો છે. રૈનાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

આ પહેલા સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી રહ્યો હતો. જો કે, છેલ્લી IPL 2022 સિઝનમાં રૈનાને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો.

રૈનાએ ટ્વીટ કરીને નિવૃત્તિની કરી હતી જાહેરાત

35 વર્ષીય સુરેશ રૈનાએ ટ્વીટમાં લખ્યું, ‘દેશ અને ઉત્તર પ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. હવે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. તેમજ હું બી.સી.સી.આઈ. UP ક્રિકેટ એસોસિએશન, IPL ટીમ CSK અને રાજીવ શુક્લાનો આભાર. મને સપોર્ટ કરવા બદલ મારા ચાહકોનો પણ આભાર.

રૈના રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રમી શકે છે

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના હવે વિદેશી લીગમાં પણ રમતા જોવા મળી શકે છે. તેણે યુપી ક્રિકેટ એસોસિએશન પાસેથી એનઓસી લીધી છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ વિદેશી લીગમાં રમી ચૂક્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના આ વર્ષે યોજાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પણ રમતા જોવા મળી શકે છે.

રૈના ગાઝિયાબાદમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે

સુરેશ રૈના છેલ્લા એક સપ્તાહથી ગાઝિયાબાદના આરપીએલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ સિરીઝ આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જોકે રૈના પ્રેક્ટિસ દરમિયાન ઘણી વખત IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં પણ જોવા મળ્યો છે.

સુરેશ રૈનાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. રૈનાએ 18 ટેસ્ટ મેચમાં સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે 226 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રૈનાએ 5615 રન બનાવ્યા જેમાં પાંચ સદી સામેલ છે. તે જ સમયે, 78 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, રૈનાના નામે 1605 રન છે.

રૈના માટે નિવૃત્તિ લેવી કેમ જરૂરી હતી

ભારતમાં અથવા સ્થાનિક રીતે સક્રિય ખેલાડીઓ વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી અને તેથી રૈનાએ વિશ્વભરની T20 લીગમાં રમવા માટે નિવૃત્તિ લેવી જરૂરી હતી. તે આવતા વર્ષે દક્ષિણ આફ્રિકાની નવી T20 લીગમાં રમતા જોવા મળી શકે છે. આ લીગની તમામ છ ટીમો આઈપીએલના માલિકોની છે.

રૈનાએ ચેન્નાઈ માટે તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ ઓક્ટોબર 2021માં રાજસ્થાન રોયલ્સ સામે અબુ ધાબીમાં રમી હતી.

આ પણ વાંચો:રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવ્યું

આ પણ વાંચો:ભારત-PAK મેચમાં ટોસમાં મોટી ભૂલ? બાબર આઝમે કહ્યું ટેલ પરંતુ…

આ પણ વાંચો:ભારતે પાકિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ, કિંગ કોહલીએ 32મી વખત 50+ રન બનાવ્યા