સુપર ફોરની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીના શાનદાર 60 રનની મદદથી સાત વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમે છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તા અને ભારતની મેચ રોમાચંક બની હતી. અંતે ભારતને પાકિસ્તાને પાંચ વિકેટે હરાવ્યું. પાકિસ્તાને એક બોલ બાકી રહેતા 182 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. બીજી તરફ નવાઝે 44 રનનું યોગદાન આપ્યું હતું. આસિફ અલી અને ખુશદિલ શાહે પણ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાન માટે ઉપયોગી રમત રમી.
ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય ઇનિંગ્સની શરૂઆત પણ ઘણી સારી રહી હતી અને તેણે પ્રથમ 5 ઓવરમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પાકિસ્તાની બોલરો સામે આકરી બેટીંગ કરી હતી. રોહિતે 16 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. તે જ સમયે કેએલ રાહુલે પણ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી, પરંતુ કોહલીએ છેલ્લી ઓવરો સુધી ક્રિઝ પર રહીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
