Not Set/ #UP/ પ્રવાસી મજૂરોથી ભરેલી બસ 15 ફૂટ ઉંડા ખાડામાં પડી, 15-20 લોકો ઈજાગ્રસ્ત

વતન પરત ફરેલા પ્રવાસી મજૂરોની મુસિબતો હજુ પણ તેમનો પીછો નથી છોડી રહી. દિન પ્રતિ દિન પ્રવાસી મજૂરો રોડ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે વધુ એક આવી જ ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. જણાવી દઇએ કે, પ્રવાસી મજૂરોને લઇને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જઇ રહેલી બસ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં દુર્ઘટનાનો શિકાર બની છે. […]

India
ecbf6c75b0a8b2045901d80d84fbbf9b 1 #UP/ પ્રવાસી મજૂરોથી ભરેલી બસ 15 ફૂટ ઉંડા ખાડામાં પડી, 15-20 લોકો ઈજાગ્રસ્ત

વતન પરત ફરેલા પ્રવાસી મજૂરોની મુસિબતો હજુ પણ તેમનો પીછો નથી છોડી રહી. દિન પ્રતિ દિન પ્રવાસી મજૂરો રોડ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે વધુ એક આવી જ ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. જણાવી દઇએ કે, પ્રવાસી મજૂરોને લઇને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જઇ રહેલી બસ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં દુર્ઘટનાનો શિકાર બની છે.  

સવારનાવાબ ગંજનાં શહાવપુર પાસે બસનાં ચાલકને અચાનક ઝપકી આવી જતા બસ હાઈવેથી 15 ફૂટ નીચે  પલટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં લગભગ 15-20 મજૂરો ઘાયલ થયા છે. બસમાં ફસાયેલા મજૂરોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દરવાજા અને બારી તોડી તેમને કોઈક બહાર કાઠ્યા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોને જાણ કરવામાં આવી હતી જે બાદ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક મજૂરોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર બસ જયપુરથી પશ્ચિમ બંગાળ તરફ જઇ રહી હતી. બસમાં 30 જેટલા સ્થળાંતર મજૂરો હતા. રાત્રે 9 વાગ્યાની આસપાસ બસનાં ચાલકને ઝપકી આવી જતા બસ હાઇવે પર રેલિંગને તોડી સર્વિસ લેનથી 15 ફૂટ આગળ ખાડામાં પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 20 જેટલા મજૂરો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સાધારણ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.