ODI World Cup 2023/ આવતીકાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત, ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નહિ યોજાય

આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં

Top Stories Sports
ODI World Cup 2023 starts tomorrow, opening ceremony program will not be held, metro timings changed

ભારતમાં આવતીકાલથી ક્રિકેટનાં મહાકુંભ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા. ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ કપ માટેના કેટલાક નિયમો પણ બદલાયા છે.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ ક્રિકેટ વર્લ્ડકપના પ્રારંભમાં આતીશબાજી કે કોઈ રંગારંગ કાર્યક્રમ નહિ યોજાય. વર્લ્ડકપ 2023માં ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નહિ યોજાય, તેમજ આજે તમામ 10 ટીમના કેપ્ટનો અમદાવાદ પહોંચશે. સાંજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ કેપ્ટનો ઉપસ્થિત રહેશે, જ્યાં કેપ્ટન મીટનું આયોજન કરાયું છે. એમાં તમામ દેશની ટીમોના કેપ્ટનોનું ટ્રોફી સાથે ફોટોસેશન યોજાશે. ત્યાર બાદ તમામ ટીમના કેપ્ટનો મીડિયા સાથે વાતચીત કરશે.

5 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ જોવા માટે BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા 20 કેન્સરગ્રસ્ત બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આ તમામ કાર્યક્રમો તેમજ વર્લ્ડકપની મેચોને લઈ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર

ક્રિકેટ રસીયાઓ માટે આગામી સમયમાં શરૂ થઈ રહેલ વર્લ્ડ કપને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને રાખી મેચ દેખવા ગયેલ લોકોને રાત્રે ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે.અને 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.આ દિવસો દરમિયાન બપોરના 2 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ રસ્તા પરથી લોકો ચાલીને જ જઈ શકશે.વૈકલ્પિક માર્ગમાં તપોવન સર્કલથી ONGC સર્કલ થઈ વિસતથી જનપત થઈ સુભાષ બ્રિજ તરફ જઈ શકાશે. જ્યારે સુભાષ બ્રિજ તરફથી આવી જનપતથી વિસત થઈ ઓએનજીસી સર્કલ તરફ જઈ શકાશે. સ્ટેડિયમ રોડ વિસ્તારમાં અંદરના રસ્તેથી અવરજવર કરવી હોય તો કૃપા રેસિડેન્સી શરણમ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વરના માર્ગ પરથી અવરજવર કરી શકાશે.

આ પણ વાંચો:Asian Games 2023/ભારતની અન્નુ રાનીએ ભાલા ફેંકમાં જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો:Asian Games 2023/એશિયન ગેમ્સ 2023માં પારુલ ચૌધરીનો ડબલ ધમાકો, સિલ્વર બાદ હવે જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો:India vs Nepal Highlights/ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું, સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું,યશસ્વીની શાનદાર સદી