Rajkot/ 1 જાન્યુઆરીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન કરશે લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ, અન્ય કરોડોના પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રૂ.112.31 કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ

Top Stories Gujarat
a

મંતવ્ય ન્યૂઝ, ભાવિની વસાણી

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રૂ.112.31 કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે સ્થાનિક તેમજ કેન્દ્ર કક્ષાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Coronavirus cases rise to 30 in Gujarat, CM urges people to stay indoors

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા નવા વર્ષના પ્રારંભે 1 જાન્યુઆરી 2021ના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. 112.31કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૦૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે Aquatic Weed Harvester Cum Weed Removal મશીન અને વોર્ડ નં.14 માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ – 14 (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થશે.

જયારે વોર્ડ નં. 4માં ભગવતીપરા વિસ્તારમાં TP ૩૧ ના FP 31/4 ની 26201ચો.મી. જગ્યામાં નવી શાળા બનાવવાનું કામ, કોઠારિયા સર્વે નં. 352 પૈકીની જમીન ઉપર ‘‘સ્વચ્છ ભારત મિશન’’ અંતર્ગત નવું સેમી ક્લોઝડ ટાઇપ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન જરૂરી આનુસંગિક સુવિધા સાથે બનાવવાનું સીવીલ કામ, શહેરમાં ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ, વોર્ડ નં.- 10 કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, નવાં 30 લાખ લિટર ક્ષમતાંનો, 24 મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતો, ઈ.એસ.આર. તથા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની 650 મીટર લંબાઈ ની એમ.એસ. પાઈપ લાઈનનું સિવિલ એન્જીનીયરીંગ બાંધકામ પ્રોજેક્ટ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં જંકશન પ્લોટ તેમજ કોલસાવાડી વિસ્તારને ડામર રીકાર્પેટ કરવાનું કામ, સોખડા ખાતે આવેલ સર્વે ન.-10 અને 11ની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાનું તથા ઓફીસ કામ, વોર્ડ નં૪ મા ટીપી 31 મા ટીપી રોડ મેટલીંગ.

રાજકોટ / 31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસનો એકશન પ્લાન : 12 ચેકપોસ્ટ પ…

વોર્ડ નં.3 માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો ટી.પી. રોડ તથા રેલનગરમાં અન્ય મેટલીંગ થયેલ ટી.પી. રોડને ડામર કરવાનું કામ, વોર્ડ.ન.18 મા બોલબાલા રોડની બન્ને બાજુ ફૂટપાથ કરવા અને રસ્તાની બન્ને બાજુ સાઈડ સોલ્ડર અને મેટલીંગ કરવાનું કામ, વોર્ડ.ન.18મા સાઈબાબા સર્કલથી 24.00 મી. ટી.પી. રોડ પર ઉતર બાજુ આવેલ સોસાયટીઓમા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.-9માં નાગરીક બેંક થી સાધુ વાસવાણી મેઇન રોડ સુધી 900 એમ.એમ. ડાયા સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, વોર્ડ નં.૧૪ માં આવેલ કેનાલ રોડ પર આવેલ લલુડી વોકળી તથા જીનપ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલ જુનવાણી નાલુ પહોળુ/નવું કરવા અંગે, મોરબી રોડ પર વેલનાથ પરામાં મેટલીંગ કરવાનું કામ,

Political / શું BJP માં સામેલ થઇ શકે છે સૌરવ ગાંગુલી ? જાણો આ અટકળોનો શુ…

વોર્ડ નં 4 મા ટીપી સ્કીમ નં 17મા આવેલ ગણેશ પાર્ક તથા લાગુ 15 મીટર તથા 12 મીટર ટીપી રોડ પર 250,150 તથા 100 મીમી ડાયા ડી.આઈ.પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.-9માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્‍ટ થી રૈયા સ્‍મશાન સુધી રીટેઇનીંગ વોલ કરવાનું કામ, વોર્ડ નં4 મા ભગવતીપરા શેરી નં ૫મા RMC સ્કુલની પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર ડીસમેન્ટલ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, વોર્ડ નં 4 મા ટીપી સ્કીમ નં 15મા ક્રિષ્ના સોસા.બી તથા તેને લાગુ 18મીટર 12મીટર તથા ૯મીટર ટીપી રોડ પર 300,200,150 તથા 100 મીમી ડાયા ડી.આઈ પાઇપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.2 માં રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાનું કામ, વોર્ડ નં.-૧રમાં આવેલ24.00મી. ટી.પી. રોડ પર શનૈશ્વર પાર્કની પાછળનાં ભાગે બોકસ કલવર્ટ કરવાનું કામ, વોર્ડ નં.7 માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો. નાં પ્લોટમાં ફુલ બજાર બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

NEW DELHI / પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જા…

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) ના પ્રોજેક્ટનું ખાતમુહુર્તસાથોસાથ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) ના રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-9, ટી.પી-17 અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-2, ફેઝ-2ચે.6200 પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-10અને ટી.પી.-17 નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-૨)નું લોકાર્પણ થશે.જયારે નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ, આણંદપર બસ સ્ટેન્ડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

a
rajkot

ભારત દેશના પ્રધાનમંત્રી દ્વારા સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.

project
project

કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ) ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.

Political / તો શું ખરેખર ગુજરાતનાં રાજકારણમાં નવા સમીકરણ રચાશે? વાંચો…

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1..5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5લાખની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.૦૦ ચો.મી.) પ્રકારના 1144 આવાસો (G+13) નું નિર્માણ કરવામાં આવનાર છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

આ પ્રસંગે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના વિભાગના માન. મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…