Vaccination/ DY. CM નીતિન પટેલે તેમના પત્નિ સુલોચનાબેન પટેલ સાથે લીધી કોરોનાની વેક્સિન

કોરોનાનો ગ્રાફ દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે વેક્સિનને લઇને જનતામાં એક પોઝિટિવિટી ઉભી કરવા નેતાઓ પણ હવે વેક્સિન લગાવી રહ્યા છે.

Gujarat Others
Mantavya 83 DY. CM નીતિન પટેલે તેમના પત્નિ સુલોચનાબેન પટેલ સાથે લીધી કોરોનાની વેક્સિન
  • કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો
  • ઉર્જામંત્રી સૌરભ પટેલે લીધી કોરોના વેક્સિન
  • કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • લોકોને વહેલી તકે રસી લેવા કરી અપીલ

કોરોનાનો ગ્રાફ દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે વેક્સિનને લઇને જનતામાં એક પોઝિટિવિટી ઉભી કરવા નેતાઓ પણ હવે વેક્સિન લગાવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Covid-19 / દેશમાં કોરોનાથી રિકવર દર્દીઓની સરખામણીએ નવા કેસો વધ્યા, જાણો આજે કેટલા નોંધાયા કેસ?

આપને જણાવી દઇએ કે, કોરોના વેક્સિનનો બીજો તબક્કો 1 માર્ચનાં રોજથી હવે શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેઓ તેમની પત્નિ સાથે આ વેક્સિન લેવા પહોંચ્યા હતા. ઉપરાંત ઉર્જામંત્રી સૌરભ પટેલે પણ આજે કોરોનાની વેક્સિન લીધી છે. સાથે તેમણે વહેલી તકે આ રસી લેવા લોકોને અપીલ પણ કરી હતી.

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

આપને જણાવી દઇએ કે, દેશમાં હવે ધીમે ધીમે વધી રહ્યો હોય તેવુ સામે આવી રહ્યુ છે. ત્યારે જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં 13,819 લોકો રિકવર પણ થયા છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 113 વધુ દર્દીઓ ચેપનાં કારણે મૃત્યુ પામ્યા છે અને તે પછી મૃત્યુઆંક વધીને 1,57,548 પર પહોંચી ગયો છે. વળી 24 કલાકમાં કોરોનાનાં 16,838 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 1,11,73,761 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1,76,319 છે અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ ઠીક થઇ ચુકેલા મામલાની કુલ સંખ્યા 1,08,39,894 પર પહોંચી ગઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ