Not Set/ ગામનાં લોકોએ ભેગા થઈને આ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણશો તો ચોંકી જશો

બનાસકાંઠા માં હડકાયા શ્વાનો છેલ્લા એક મહિનાથી આતંક વધી ગયો છે અને ડીસાના ઢુંવા ગામમાં હડકાયું શ્વાન કરડતાં બે બાળકોના મોત નિપજતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાસકાંઠા માં છેલ્લા એક મહિનાથી હડકાયા થયેલા શ્વાને આતંક મચાવ્યો હતો. જો કે ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ આખરે શ્વાનને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.. ઘટના છે ડીસા […]

Gujarat
Untitled ગામનાં લોકોએ ભેગા થઈને આ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણશો તો ચોંકી જશો

બનાસકાંઠા માં હડકાયા શ્વાનો છેલ્લા એક મહિનાથી આતંક વધી ગયો છે અને ડીસાના ઢુંવા ગામમાં હડકાયું શ્વાન કરડતાં બે બાળકોના મોત નિપજતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બનાસકાંઠા માં છેલ્લા એક મહિનાથી હડકાયા થયેલા શ્વાને આતંક મચાવ્યો હતો. જો કે ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ આખરે શ્વાનને મોત ને ઘાટ ઉતારી દીધો હતો..

ઘટના છે ડીસા તાલુકાના ઢુવા ગામની. આ ગામમાં છેલ્લા એક મહિનામાં 10 જેટલા બાળકોને હડકાયા શ્વાને બચકા ભરી ઇજા પહોંચાડી હતી. જેમાં 11 માં ધોરણમાં અભ્યાસ કરતો દશરથ સવારે દૂધ લેવા માટે ઘરે નીકળતા જ રસ્તામાં આ હડકાયા શ્વાને તેના ચેહરા પર બચકા ભરતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.

જ્યારે આ સિવાય છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા રસિક ને પણ આ શ્વાને બચકા ભરતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આ બંને કિશોરોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

2e69ec43 48dc 430a b7a0 0885afc9792b ગામનાં લોકોએ ભેગા થઈને આ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણશો તો ચોંકી જશો

જ્યાં બંનેની હાલત વધારે નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના કરુંણ મોત નિપજ્યા હતા. હડકાયા શ્વાને કરડવાથી બે બાળકોના મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ છે.

b427d380 ab22 4d52 a68e 831c8f983b06 ગામનાં લોકોએ ભેગા થઈને આ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણશો તો ચોંકી જશો

ઢુવા ગામમાં માત્ર બે ચાર જ નહીં પરંતુ 10 થી વધુ બાળકો અને કિશોરો ને હડકાયું શ્વાન કારડતા ગામમાં ભય નો માહોલ સર્જાયો છે. શાળાએ જતા બાળકો કે ગામમાં નીકળતા લોકોને હડકાયા શ્વાનનો ભય હંમેશા શતાવતો હતો. જેથી કંટાળેલા કેટલાક લોકોએ આ શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જ્યારે મૃતકના પરિવારજનો અને લોકોને સરપંચ દ્વારા હડકવાની રસી અપાવવાની વ્યવસ્થા કરાઈ છે. હડકાયા શ્વાને એક મહિના સુધી ગ્રામજનોને ભયમાં રાખ્યા હતા અને ત્રાહિમાંમ પોકારી ઉઠતા આખરે ગ્રામજનોએ આ હડકાયા શ્વાનને મોતને ઘાટ ઉતાર્યું હતું.