Politics/ વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવેનું કોંગ્રેસમાંથી રાજીનામું, AAP માં જોડાય તેવી ચર્ચા

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ આંતરિક વિખવાદ શરૂ થયો હતો.

Gujarat Others
1 159 વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવેનું કોંગ્રેસમાંથી રાજીનામું, AAP માં જોડાય તેવી ચર્ચા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ આંતરિક વિખવાદ શરૂ થયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરનાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ઉપ પ્રમુખ સહિત શહેરનાં 3 દિગ્ગજ નેતાઓનાં રાજીનામાં પડ્યાની શાહી હજી સુકાઇ નથી ત્યાં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી છે. એમનો ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથેનો નાતો હતો.

ભાવ વધારો / મોંઘવારી સહન કરવાની કરો તૈયારી, 103 રૂપિયા લિટર સુધી પહોંચ્યુ પેટ્રોલ

સુરેન્દ્રનગર જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યોં હતો. એમાય કોંગ્રેસ હસ્તકની જીલ્લા પંચાયતમાં પણ ચૂંટણી બાદ ભાજપનો ભગવો લહેરાતા કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. આથી સુરેન્દ્રનગર શહેરનાં પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચા અને પૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સુરેન્દ્રનગર જીલ્લા માલધારી સેલનાં પ્રમુખ સતિષભાઇ ગમારા અને પૂર્વ વઢવાણ શહેર ઉપ પ્રમુખ જીતુભાઇ દલવાડીએ બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

ગેરકાયદેસર દારૂ સિન્ડિકેટ / અલીગઢમાં લિકર કાંડનાં મુખ્ય આરોપી અને ભાજપ નેતાની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં કોંગ્રેસની હાર થતા રાજીનામું આપ્યું હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યોં છે. એમનો ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથેનો નાતો હતો. તેમણે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાને રાજીનામું આપ્યું હતુ. સુરેન્દ્રનગર કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયુ હતુ. રાજીનામું આપનાર તમામ કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

kalmukho str 3 વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવેનું કોંગ્રેસમાંથી રાજીનામું, AAP માં જોડાય તેવી ચર્ચા