AIR INDIA EXPRESS FLIGHT/ દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેરળ પરત આવી, ACની ખામીને કારણે લેવાયો નિર્ણય

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તિરુવનંતપુરમથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX-539)ને ટેક-ઓફ બાદ એર કન્ડીશનીંગ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા આવી હતી.

Top Stories India
Untitled 37 3 દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેરળ પરત આવી, ACની ખામીને કારણે લેવાયો નિર્ણય

કેરળની રાજધાની તિરુવનંતપુરમ એરપોર્ટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં અચાનક ખામી સર્જાઈ હતી. જેના કારણે ફ્લાઈટને એરપોર્ટ પર પરત આવવું પડ્યું હતું. વાસ્તવમાં, દુબઈ માટે ઉડાન ભર્યાના થોડા કલાકો બાદ વિમાનના ACમાં ખામી સર્જાઈ હતી, જેના પછી વિમાનને તિરુવનંતપુરમમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. વિમાને બપોરે 1:19 વાગ્યે ટેકઓફ કર્યું અને 3:52 વાગ્યે સુરક્ષિત રીતે પાછું લેન્ડ કર્યું.

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તિરુવનંતપુરમથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX-539)ને ટેક-ઓફ બાદ એર કન્ડીશનીંગ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. ઓપરેટિંગ ક્રૂએ સાવચેતીરૂપે તિરુવનંતપુરમ ખાતે ઉતરાણ કરવાનું નક્કી કર્યું. આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા એરલાઈને તરત જ બીજા વિમાનની વ્યવસ્થા કરી. મુસાફરોને બીજી ફ્લાઇટમાં દુબઈ પરત મોકલવામાં આવ્યા છે.”

તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સદભાગ્યે, બોર્ડ પરના તમામ 174 મુસાફરો સુરક્ષિત છે અને તેમને ટૂંક સમયમાં બીજી ફ્લાઇટમાં દુબઇ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ IX 539 178 મુસાફરો સાથે દુબઈ જઈ રહી હતી. વિમાને બપોરે 1.19 વાગ્યે ટેકઓફ કર્યું અને પછી 3.52 વાગ્યે પાછું લેન્ડ કર્યું. એરક્રાફ્ટમાં એસસીમાં સમસ્યા હતી. અધિકારીએ જણાવ્યું કે વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતરી ગયું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. સ્થાનિક સ્ટેન્ડબાય જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા દુબઈ પરત મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Chinese loan Fraud/હૈદરાબાદ પોલીસે દેશના વિવિધ ભાગોમાંથી નવ આરોપીઓની ધરપકડ કરી, 712 કરોડની છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો:Manipur Violence/‘મણિપુર હિંસા પર મોડું આવ્યું’ PM મોદીનું નિવેદન, BJP MLAએ પણ ઉઠાવ્યા મુખ્યમંત્રી પર સવાલ

આ પણ વાંચો:મહિલા મુસાફરે પ્લેનના ફ્લોર પર કર્યો પેશાબ, કેબિન ક્રૂએ બનાવ્યો વીડિયો; જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:જુનિયર કુસ્તીબાજોને HCનો આંચકો, બજરંગ-વિનેશ એશિયન ગેમ્સમાં ટ્રાયલ વિના ભાગ લઈ શકશે

આ પણ વાંચો:ભારતનું પહેલું પ્રાઈવેટ હિલ સ્ટેશન તૈયાર થતાં પહેલાં જ કેમ વિવાદોમાં ઘેરાઈ ગયું, જાણો ‘લવાસા’ની સંપૂર્ણ સ્ટોરી