Prophet row/ ઉદયપુર હત્યાકાંડના આરોપીઓનું અમદાવાદ કનેકશન!,જાણો વિગત

ભારતમાં ઉદયપુર હત્યાકાંડએ ચકચાર મચાવ્યો છે, નુપુર શર્માએ ઇસ્લામના મહાન પયગંબર પર વિવાદિત નિવેદન આપ્યા બાદ સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઇ હતી,

Top Stories India

ભારતમાં ઉદયપુર હત્યાકાંડએ ચકચાર મચાવ્યો છે, નુપુર શર્માએ ઇસ્લામના મહાન પયગંબર પર વિવાદિત નિવેદન આપ્યા બાદ સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઇ હતી,આ પોસ્ટને સમર્થન કરનારાઓ પણ સોશિયલ માડિયા પર જોવા મળ્યા હતા, ઉદયપુરમાં રહેતા દરજી કનૈયાલાલે પણ નુપુર શર્માના સમર્થન પોસ્ટ કરી હતી જેના લીધે તેમની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેક્શન ખૂલ્યા બાદ હવે અમદાવાદ સાથે કનેક્શન ખૂલ્યુ છે. ક

કનૈયાલાલના હત્યારાઓના મોબાઇલ ફોનમાથી અમદાવાદના સરખેજના યુવકોના નંબર મળી આવ્યા છે. સરખેજના યુવકોના નંબર મળી આવતા સ્થાનિક એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. સરખેજના યુવકોના ઉદયપુર હત્યા કેસ સંડોવણી છે કે નહિ તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકો કેવી માનસિકતા ધરાવે છે તેની લઇને પણ તપાસ શરૂ કરાઈ છે. નજીકના સમયમા ગુજરાત પોલીસ આ મામલે ખુલાસા કરી શકે છે.

પાકિસ્તાન કનેક્શન જાણવા આરોપીઓના મોબાઈલ ચેક કરાયા
NIA સહિત અનેક સુરક્ષા એજન્સીઓ ઉદયપુર મર્ડર કેસમાં તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ફોન તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરવામા આવી રહ્યાં છે. જેથી એ માલૂમ પડશે કે શુ કરાંચી સ્થિત દાવત-એ-ઈસ્લામી ધાર્મિક ગ્રૂપ દ્વારા કટ્ટરપંથનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં તેમનુ શુ કનેક્શન છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, ચાર આરીપઓમાંથી એક જેઈઆઈ સાથે જોડાયેલો હતો.