નવી દિલ્હીઃ યૂપીના મિર્જાપુરમાં પીએમ મોદી નરેન્દ્ર મોદીએ એક ફરી સપા-બસપા-કૉંગ્રેસ પર નાશાન સાધતા તેમણે ભાષણની શરૂઆત કહ્યું હતું કે, તમે તો કમાલ કરી દીધી છે. યૂપીમાં જ્યાં જવ છું કથી એક ચડીયાતી રેલી થાય છે. રૈલીની જેમ મતદાનમાં પણ રિકોર્ડ તુટશે. મને લાગી રહ્યુ છે કે, આ ચૂંટણી ઉત્સવ છે, સપા-કૉંગ્રેસ-બસપાથી મુક્તિનો અવસર છે. યૂપી જો આગળ વધી જાય તો હિન્દુસ્તાન આગળ વધી જાય તેમ છે. એકલા યૂપીમાં જ હિન્દુસ્તાનને આગળ લઇ જવાની તાકાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ ચૂંટણી એ વાને લઇને છે કે, યૂપીના યુવાનોનું ભવિષ્ય કોણ નિશ્ચિત કરશે. યૂપીની બેટીની સુરક્ષાની ગેરેન્ટી કોણ આપશે. ગરીબોને ગરીબીથી મુક્ત કરવાનો ઇમાનદાર પ્રયાસ કરશે. વચનો ઘણા બધા કરવામાં આવ્યા છે. જાતિવાદના ભેદભાવ બહુ થયા. જો યૂપીને બદલવી હોય તો સૌવને સાથે લઇને ચાલવું પડશે.
પીએમે અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, જે પોતાના પિતાના કામને પણ પૂરુ ના કરી શક્યા. ફક્ત એક કામનો ઢોલ વગાડવની ફેશન બનાવી દીધી છે. આજકાલ અખિલેશ મને પણ કામ દેખાડી રહ્યા છે. તેમણે કહ્યું હતુ કે, પીએમ મોદી વિજળીનો તાર પકડીને જોઇ લે કે વિજળી છે કે નહી. હું કહુ છુ મારી વાત છોડો તમારા સાથી રાહુલ ગાંધે 14 સપ્ટેમ્બર 2016 ખાટ સભામાં તેમનો હાથ વિજળીના તારને અડી ગયો હતો. કૉંગ્રેસના નેતા ગુમામ નબી આઝાદ ડરી ગયા કે રાહુલજીનો હાથ તાર પર લાગી જશે તો મુસિબત થઇ જશે. તેના પર રાહુલે કહ્યુ કે, ચિંતા ના કરો આ યૂપીનો તાર છે તેમા વિજળી નથી હોતી. તમારા નવા સાથીનું આ નિવેદન મિરજાપુરમાં જ આપેલું નિવેદન ચે.
પીએમે માયાવતી પર નિશાન સાધતા કહ્યું હતું કે, મિર્જાપુરના પત્થરો સાથે તમારો શુ ઝગડો છે. મિર્જાપુરમાંથી તમે મૂર્તિ બનાવવા માટે પત્થર ઉઠાવ્યા. જ્યારે તપાસ શરૂ થઇ તો જણાવ્યું કે, આ પત્થર તો રાજેસ્થાનથી મળેલા છે. શું મિર્જાપુરથી તમને એટલી નફરત છે કે, મિર્જાપુરના પત્થર પણ ના કહી શક્યા. ગર્વ સાથે કેમ ના જણાવ્યુ કે, મિર્જાપુરનો પત્થર છે. જે લોકોને મિર્જાપુરના પત્થરથી નફરત હોય એવા લોકોને મિર્જાપુરના વોટના અધિકારી છે શું?
