Not Set/ પેટાચૂંટણીમાં ભાજપના જોવા મળી રહેલા કરુણ રકાસ અંગે કેજરીવાલે મોદી સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વધુ એકવાર લોકસભા અને વિધાનસભા સીટોની પેટા-ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ૪ લોકસભા અને નવ રાજ્યોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.  આ પહેલા ૨૮ મે સોમવારના રોજ આ ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું. ઉત્તરપ્રદેશની હાઈ પ્રોફાઈલ […]

India Trending

નવી દિલ્હી,

કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વધુ એકવાર લોકસભા અને વિધાનસભા સીટોની પેટા-ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ૪ લોકસભા અને નવ રાજ્યોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.  આ પહેલા ૨૮ મે સોમવારના રોજ આ ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું.

ઉત્તરપ્રદેશની હાઈ પ્રોફાઈલ સીટ કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર, ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની લોકસભા સીટો પર મતગણતરી હાથ ધરાઈ રહી છે. પ્રારંભિક તબક્કે સામે આવેલા મતગણતરીના આંકાડાઓમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ભારે પડી રહ્યું છે.

તાજેતરમાં ૧૦ વિધાનસભા અને ૪ લોકસભા સીટો પર હાથ ધરાઈ રહેલી મતગણતરી મુજબ, ૧ લોકસભા અને ૨ વિધાનસભા સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જયારે અન્ય ૯ બેઠકો પર વિપક્ષ ગઠબંધન બાજી મારતું જોવા મળી રહ્યું છે.

ત્યારે આ પેટા-ચૂંટણીમાં થઇ રહેલા ભાજપના કરુણ રકાસને લઇ રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વર્તમાન મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “આજના પરિણામો જણાવે છે કે, દેશભરમાં મોદી સારકાર વિરુધ લોકોમાં ખુબ ગુસ્સો છે. અત્યાર સુધી લોકો પૂછી રહ્યા હતા કે વિકલ્પ શું છે, પરંતુ હવે મોદી જી વિકલ્પ નથી, પહેલા તેઓને હટાવો”.

મહત્વનું છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ પેટા-ચૂંટણી મોદી સરકાર તેમજ તમામ વિપક્ષી પાર્ટીઓ માટે મહત્વની ગણવામાં આવી રહી છે, કારણ કે આ ચૂંટણીના પરિણામોથી આગામી ચૂંટણીનો રોડ મેપ નક્કી થઇ શકે છે.