Not Set/ કર્મચારીઓ પહોચ્યા ચેકીંગમાં, ગ્રામજનોએ માંગ્યો કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરતા વીજ કર્મીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થવા પામી હતી. મામલો વધુ ઉગ્ર બનતા વીજ કર્મી  દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચતા વીજ કર્મીઓ દ્વારા પોલીસને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ […]

Ahmedabad Gujarat Others
images કર્મચારીઓ પહોચ્યા ચેકીંગમાં, ગ્રામજનોએ માંગ્યો કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરતા વીજ કર્મીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થવા પામી હતી. મામલો વધુ ઉગ્ર બનતા વીજ કર્મી  દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચતા વીજ કર્મીઓ દ્વારા પોલીસને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારના મોરચે મોદીએ અન્ય તમામ વડાપ્રધાનોને પાછળ રાખી દીધા

ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેને લઈને વીજ કર્મીઓ દ્વારા એવા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં અમુક કિસ્સામાં ગ્રામજનો અને વીજ કર્મીઓ\ વચ્ચે રકજક બાદ ગ્રામજનો વીજ કર્મીઓ પર હુમલો કર્યો હોય તેવા અનેક બનાવો પોલીસ મથકે નોધાવવા પામ્યા છે. સુરેન્દ્રનગરના મુળી ગામના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કર્મીઓ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા વીજ કર્મીઓ પાસે કોરોના રિપોર્ટની માંગ કરતા મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજ કર્મીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચતા વીજ કર્મીઓએ પોલીસને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ