Not Set/ જુહાપુરામાં કોરોના બેકાબુ, છેલ્લા 72 કલાકમાં 12 લોકોના થયા મોત

અમદાવાદમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રોજના 500થી વધારે કેસો સામે આવતા ભારે ખળભળાટ ફેલાઈ ગયું છે. શહેરમાં મૃત્યુઆંક થોડા દિવસો પહેલા નીચે ગયો હતો જે હવે ફરીથી વધવા લાગ્યો છે. જેના કારણે સરકારના પરસેવા છૂટ્યા લાગ્યા છે. જો વાત કરીએ અમદાવાદના જુહાપુરા વિસ્તારની તો , માત્ર છેલ્લા 72 કલાકની અંદર જ 12 જેટલા […]

Top Stories Ahmedabad Gujarat
juhapura જુહાપુરામાં કોરોના બેકાબુ, છેલ્લા 72 કલાકમાં 12 લોકોના થયા મોત

અમદાવાદમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રોજના 500થી વધારે કેસો સામે આવતા ભારે ખળભળાટ ફેલાઈ ગયું છે. શહેરમાં મૃત્યુઆંક થોડા દિવસો પહેલા નીચે ગયો હતો જે હવે ફરીથી વધવા લાગ્યો છે. જેના કારણે સરકારના પરસેવા છૂટ્યા લાગ્યા છે.

જો વાત કરીએ અમદાવાદના જુહાપુરા વિસ્તારની તો , માત્ર છેલ્લા 72 કલાકની અંદર જ 12 જેટલા લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હોવાના સમાચાર બહાર આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

જુહાપુરાના નમરા કબ્રસ્તાનમાં છેલ્લા 72 કલાકમાં 12 જેટલી કોરોનાથી મૃત્યુ પામેલી ડેડબોડીને દફન વિધિ કરવામાં આવી છે. કબ્રસ્તાનના સંચાલક અનીશ ભાઈ દેસાઈએ મંતવ્ય ન્યુઝને માહિતી આપી છે કે તેમના કબ્રસ્તાનમાં ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન કોરોનાની ડેડબોડી ખુબજ ઓછી આવી હતી. જોકે, છેલ્લા ગણતરીના દિવસોથી શહેરમાં કોરોનાનો કહેર એકદમથી વધી જતા તેમના કબ્રસ્થાનમાં એકાએક 12 જેટલી કોરોના ડેડબોડી આવી હતી. જેમની દફન વિધિ કેવી રીતે કબ્રસ્તાનમાં ક્યાં કરવી તે અંગે અનીશ ભાઈ ખુબજ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. કેમકે એક સામટી આટલી ડેડ બોડી અને એ પણ માત્ર 72 કલાકની અંદરજ આવી જતા કબર ખોદવા માટે જમીન પણ ઓછી પડી ગઈ હતી તેમજ મજૂરોની સંખ્યા ઓછી હોવાથી તમામ 12 દફન વિધિમાં ભારે વિલંભ પણ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, જુહાપુરામાં કોરોના ખુબજ બેકાબુ બનતો જઈ રહ્યો છે. નવા કેસો તો સામે આવી રહ્યા છે જોડે મૃત્યુઆંક પણ એટલો જ ઝડપથી વધી રહ્યો છે. જે ખુબજ ચોંકાવનારો સાબિત થઇ રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ યથાવત રહી તો આગામી દિવસોમાં આનાથી પણ ખરાબ પરિસ્થતિ જુહાપુરામાં સર્જાઈ શકે છે. જોકે, લોકો સમગ્ર દ્રશ્યને બદલી શકે છે. લોકોએ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સની સાથે સરકારી ગાઈડલાઈનું સંપૂર્ણ પાલન કરે તેમજ પોતાના શરીરની પૂરતી કાળજી રાખે તો ચોક્કસ પણે જુહાપુરાને કોરોના મુક્ત બનાવી શકાય છે.