Not Set/ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો,11 શીખો સહિત 19ના મોત

અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં ભારતના શીખ સમુદાયના 11 લોકોના મોત થયા છે.અફઘાનિસ્તાનના નંગારહર જિલ્લાના જલાલાબાદમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો જેમાં 19 નિર્દોષ લોકોના મોત થયા હતા,જેમાં 11 ભારતીયો હતા.આ આત્મઘાતી વિસ્ફોટમાં 20થી વધુ લોકો ધાયલ થયા હતા. નંગરહરના પોલીસ ચીફ ગુલામ સંયનીએ જણાવ્યું હતું કે સ્યુસાઇડ બોમ્બરે શીખ સમુદાયને લઈ જતા વાહનને જ ટાર્ગેટ કર્યા […]

Top Stories
2bbe8c1c67a64d32c4f9a282cf646554 અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો,11 શીખો સહિત 19ના મોત

અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં ભારતના શીખ સમુદાયના 11 લોકોના મોત થયા છે.અફઘાનિસ્તાનના નંગારહર જિલ્લાના જલાલાબાદમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો જેમાં 19 નિર્દોષ લોકોના મોત થયા હતા,જેમાં 11 ભારતીયો હતા.આ આત્મઘાતી વિસ્ફોટમાં 20થી વધુ લોકો ધાયલ થયા હતા.

નંગરહરના પોલીસ ચીફ ગુલામ સંયનીએ જણાવ્યું હતું કે સ્યુસાઇડ બોમ્બરે શીખ સમુદાયને લઈ જતા વાહનને જ ટાર્ગેટ કર્યા હતા.અફઘાનિસ્તાનના આ શીખો પ્રેસિડેન્ટને મળીને લઘુમતી કોમની સુરક્ષા અંગે વાતચીત
કરવાના હતા.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ ઘટનાને વખોડી છે અને કહ્યું કે પીડિતોના પરિવારને મદદ કરશે. આવી હિંસાત્મક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધા છે.

વિસ્ફોટના થોડા સમય પહેલા જ અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ શહેરમાં એક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. શહેરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.

એવું માનવામાં આવે છે કે આ હુમલો ટેરર સંગઠન આઇ એસઆઈએસએ કરાવ્યો હોઈ શકે છે