Vadodara News : વડોદરામાં ખાદ્ય તેલના વેપારને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. શહેરના એક તેલ પેકિંગ યુનિટ પર વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે દરોડો (Vadodara Edible Oil Raid) પાડી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં લૂઝ ખાદ્ય તેલને વિવિધ બ્રાન્ડના નામે પેક કરી વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Vadodara Edible Oil Raid: વડોદરા તેલ પેકિંગ યુનિટ દરોડો
દરોડા (Vadodara Edible Oil Raid) દરમિયાન પેકિંગ પ્રક્રિયા, તેલના જથ્થા, ડબ્બા, સ્ટીકર અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી કયા પ્રકારનું તેલ લાવવામાં આવતું હતું અને તે જ તેલને અલગ-અલગ બ્રાન્ડના નામે પેક કરવામાં આવતું હતું કે નહીં તે મુદ્દે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
અધિકારીઓ એ પણ તપાસી રહ્યા છે કે પેકિંગમાં ઉપયોગમાં લેવાતા સ્ટીકર અધિકૃત હતા કે નકલી. જો લૂઝ તેલને બ્રાન્ડેડ તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનું સાબિત થશે તો તે ગ્રાહકો સાથે છેતરપિંડી અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર મામલો બની શકે છે.
મનપાએ સ્થળ પરથી જરૂરી દસ્તાવેજો અને નમૂનાઓ કબજે કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે. પરીક્ષણનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓનું કહેવું છે કે હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને લેબોરેટરીના પરિણામો આવ્યા બાદ જ ભેળસેળ અથવા અન્ય અનિયમિતતા અંગે સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો:વડોદરામાં લુઝ તેલના હાનિકારક વેપારનો પર્દાફાશ, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં
આ પણ વાંચો:તેલના ખેલમાં તેલિયા રાજાઓનો ગ્રાહકોને લૂંટવાનો કારસો
આ પણ વાંચો:બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો
