Viral Video/ પાણીનું કેટલુ મહત્વ છે, તે આ વાંદરો આ વાયરલ વીડિયોમાં સમજાઇ રહ્યો છે, જુઓ

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ ફની વીડિયો તમને જોવા મળી જતા હોય છે. જેમા ઘણા વીડિયો પ્રાણીઓનાં પણ હોય છે, જેમાં હાથી, કૂતરા, વાંદરા, રીંછ વગેરે શામેલ છે. લોકોને તેમના વીડિયો જોવા ખૂબ ગમે છે અને લોકો તેના પર મજેદાર ટિપ્પણીઓ પણ કરતા રહે છે.

Videos

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ ફની વીડિયો તમને જોવા મળી જતા હોય છે. જેમા ઘણા વીડિયો પ્રાણીઓનાં પણ હોય છે, જેમાં હાથી, કૂતરા, વાંદરા, રીંછ વગેરે શામેલ છે. લોકોને તેમના વીડિયો જોવા ખૂબ ગમે છે અને લોકો તેના પર મજેદાર ટિપ્પણીઓ પણ કરતા રહે છે.

રાજકારણ / NSUI એ દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ગુમ થયા હોવાની નોંધાવી ફરિયાદ

હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંદરાની સમજણ જોઇ તમે પણ ચોંકી જશો. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો ઘણી મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. મનુષ્યએ પણ આ વીડિયોમાંથી શીખવાની જરૂર છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો નળમાંથી પાણી પીવે છે અને પાણી પીધા પછી, તેણે એવું કર્યું જે મનુષ્યએ પણ શીખવુ જોઇએ. આ વીડિયો આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો પર, તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘#SmartMonkey પૃથ્વી પરનું દરેક સંસાધન મર્યાદિત છે. આપણે મનુષ્ય આ વાંદરાનાં વર્તણૂંકથી ઘણુ શીખી શકીએ છીએ. તે જાણે આપણને કહે છે કે, જેટલુ જરૂર હોય તેટલુ ઉપયોગ કરો, ફાલતુ વ્યય ન કરો. જેથી બીજાને પાણીની અછત ન રહે.” આ વીડિયોએ લોકોને પાણી જેવા સંસાધનોનું મૂલ્ય ખરેખર શીખવ્યુ છે. વીડિયોમાં વાંદરોને જોઇને લાગે છે કે તેને ખૂબ તરસ લાગી હતી. પાણી પીધા પછી વાંદરો નળ બંધ કરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે.

https://twitter.com/ipskabra/status/1392146103227666432?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1392146103227666432%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fviral%2Fmonkey-drank-water-from-a-tap-and-closed-tap-teaches-human-important-lesson-4660813%2F

કોરોના સંકટ / બિહારમાં CM નીતીશ કુમારે 25 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

લોકો આ સુંદર વાઇરલ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વીડિયો 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વાંદરાની સમજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો જોઈને સમજી શકાય છે કે આપણે પાણી અને સ્રોત જેવા સંસાધનોનું મૂલ્ય સમજવું જરૂરી છે, તેના વિના જીવન અધૂરું છે.