મુંબઇ,
કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’માં કાજોલ અને અજય દેવગન મહેમાન તરીકે આવાના છે. આ એપિસોડના બે વીડીયો તાજેતરમાં સ્ટાર વર્લ્ડના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. જેમાં બોલિવૂડની ધમાકેદર જોડીની મસ્તીભરી નોકજોક જોવા મળી રહી છે. અજય-કાજોલ એકબીજાના રાજ પણ ખોલતા જોવા મળી રહ્યા છે.
.@KajolAtUN gets candid while @ajaydevgn stirs up the hornet's nest next Sunday on #KoffeeWithKaran! #KoffeeWithAjay #KoffeeWithKajol pic.twitter.com/yAbyWmXa8j
— Star World (@StarWorldIndia) November 25, 2018
વીડીયોમાં અજય પત્ની કાજોલના રાજ ખોલતા કહે છે કે તેને ફોટા ક્લિક કરવા પસંદ છે. આમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી. પરંતુ એક ફોટો ક્લિક કર્યા પછી તેને સારો બનવા માટે 3 કલાકનો ટાઈમ બર્બાદ કરવામાં આવે છે. કેમકે તેને તેની તસ્વીર પોસ્ટ કરવાની છે. આ સાંભળીને કરણ જોહર પણ હેરાન રહી જાય છે. આ પછી અજયએ જણાવ્યું કે પહેલા કાજોલ આ બધું ક્યારે પણ કરતી નહતી. પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં તેને આ.. આટલું સાંભળતા કાજોલ ભડકી જાય છે અને ખે છે કે સોરી બુઢાપો મને આવ્યો નથી. ઓકે.
Real life antics trump reel life drama when you're @ajaydevgn and @KajolAtUN! #KoffeeWithKaran #KoffeeWithAjay #KoffeeWithKajol pic.twitter.com/zr8EFPSOL2
— Star World (@StarWorldIndia) November 25, 2018
શોમાં કરણ જોહરે ઘણા રસપદ સવાલ પૂછ્યા, જેમનો એક હતો કે બોલિવૂડમાં સ્ટાર્સ શું ઘણીવાર જુઠું બોલી છે? આના પર અજય વિચાર્યા વગર બોલી પડ્યા કે સૌથી મોટું જુઠું જે સામાન્ય રીતે બોલવામાં આવે છે કે હું મારી વાઈફથી ખુબ જ પ્રેમ કરું કછુ. અજયનો આ જવાબ સાંભળીને કાજોલ ચોંકી જાય છે. પછી અજય તેની વાતની સફાઈ આપતા કહે છે કે અરે… હું તો બીજાની વાત કરી રહ્યો હતો. ચેટ શોમાં કાજોલ અને અજયની જોડી ધમાકેદાર થવાની છે. આ વાતનો અંદાજો પ્રોમો જોઇને લગાવી શકાય છે.

